મુખ્ય સમાચાર
News of Friday, 24th May 2019

અમેઠીમાં રાહુલ ગાંધી હાર્યા તો રાજનીતિ છોડી દઇશ:નવજોતસિંહ સિદ્ધુનો વિડિઓ ફરી વાયરલ

અમેઠીમાં રાહુલ ગાંધીનો પરાજય થતા સોશ્યલ મીડિયા તોફાને ચડ્યું

લોકસભા ચૂંટણીમાં બીજી વખત ભાજપની મોદી લહેરની સાથે પ્રચંડ બહુમતીથી કેન્દ્રની સત્તા પર બેસવા જઇ રહી છે.ત્યારે ક્રિકેટથી રાજનેતા બનેલા નવજોત સિંહ સિદ્ધુનું એક નિવેદન ભારે વાઇરલ થઇ રહ્યું છે.

  કોંગ્રેસના સ્ટાર પ્રચાર અને પંજાબ સરકારના મંત્રી નવજોતસિંહ સિદ્ધુએ ગત્ત મહિને રાયબરેલી સંસદીય ક્ષેત્રમાં કોંગ્રેસ ઉમેદવાર સોનિયા ગાંધી માટે પ્રચાર દરમિયાન 28 એપ્રીલે કહ્યું હતું  કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અમેઠીથી લોકસભા ચૂંટણી હારી જાય છે તે તેઓ રાજનીતિ ચોડી દેશે

  . અમેઠી લોકસભા સીટ પર ભાજપ ઉમેદવાર સ્મૃતિ ઇરાની 45,453 મતથી આગળ ચાલી રહ્યું છે. જો કે આ સીટ પર હાલ ચૂંટણી પરિણામ સામે નથી આવ્યું. રાહુલ ગાંધીને અત્યાર સુધીની મતગતણતરીમાં 2,94,290 મત મળ્યા છે. બીજી તરફ સ્મૃતિ ઇરાનીને અત્યાર સુધી 3,39,743 મત મળી શકે છે. લોકસભા ચૂંટણી 2019ના ચૂંટણી પરિણામોએ ભાજપને એકવાર ફરીથી સત્તાની ચાવી સોંપાઇ ચુકી છે. 

 

(12:00 am IST)