મુખ્ય સમાચાર
News of Friday, 24th May 2019

ભાજપની ભવ્ય જીત બાદ દેશમાં જશ્નનો માહોલ છે

ચારે બાજુ ભવ્ય આતશબાજીનો દોર જારી : કાર્યકરો દ્વારા ચારેય બાજુ મિઠાઇઓ વહેંચીને ઉજવણી

નવી દિલ્હી, તા.૨૩ : લોકસભાની ચૂંટણીના પરીણામ ધારણા પ્રમાણે જ રહ્યા બાદ ભાજપના કાર્યકરો અને દેશના લોકો ઉજવણીમાં નિકળી પડ્યા હતા. દેશના જુદા જુદા ભાગોમાં મિઠાઇઓ વહેચવામાં  આવી હતી.પરિણામ જાહેર કરવામાં આવે તે પહેલા જ ભાજપે મિઠાઇ અને લાડુનો ઓર્ડર આપ્યો  હતો. પરિણામ જાહેર થવાની શરૂઆત થતા જ મિઠાઇઓ વહેચવાની શરૂઆત થઇ ગઇ હતી. ભવ્ય આતશબાજીના નજારા જોવામાં આવ્યા હતા. જીતની આવી સ્થિતિમાં જોરદાર તૈયારી  પહેલાથી જ કરી લેવામાં આવી હતી. ભાજપના ટોચના સુત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ચૂંટણી પરીણામમાં ભાજપ-એનડીએની સરકાર બનશે  તેવુ ચિત્ર સવારે સ્પષ્ટ થયું હતું. સતત બીજી વખત દેશના વડાપ્રધાન તરીકે મોદી સત્તા સંભાળવા જઈ રહ્યા છે.  આજે પરિણામ જાહેર કરવામાં આવે તે પહેલા એક્ઝિટ પોલના તારણો જાહેર કરવામાં આવ્યા બાદ હજારો કિલો મિઠાઇઓનો ઓર્ડર આપી દેવામાં આવ્યો હતો. જેથી પરિણામ આવતા જ મિઠાઇઓ લોકોમાં વહેચવાની શરૂઆત કરાઇ હતી. એક્ઝિટ પોલના તારણ મુજબ જ મોટાભાગે પરિણામ આવ્યા હતા. એક્ઝિટ પોલના તારણ કરતા પણ વધુ સારી સફળતા નરેન્દ્ર મોદીને હાંસલ થઇ છે. બ્રાન્ડ મોદીની બોલબાલા દેશભરમાં દેખાઈ રહી છે. દેશભરમાં પરિણામ આવ્યા બાદ ઉજવણીનો દોર શરૂ થયો હતો જે આગામી બે ત્રણ દિવસ સુધી જારી રહે તેવી શક્યતા છે. આજે મોડી સાંજ સુધી ચિત્ર સ્પષ્ટ થયું હતું અને એનડીએની સરકાર ફરી બનવા જઇ રહી છે. લોકસભાની ચૂંટણી માટે કાર્યક્રમની જાહેરાત ૧૦મી માર્ચના દિવસે કરવામાં આવી હતી ત્યારબાદ દોઢ મહિનાથી આ પ્રક્રિયા ચાલી રહી હતી.

(12:00 am IST)