મુખ્ય સમાચાર
News of Thursday, 24th May 2018

મોદી સરકારના ૪ વર્ષઃ કોંગ્રેસ વિશ્વાસઘાત દિન મનાવશે

કોંગ્રેસે વિશ્વાસઘાત પોસ્ટર લોન્ચ કર્યું: દેશભરમાં વિશ્વાસઘાતી સરકાર વિરૂધ્ધ કાર્યક્રમ થશે

નવી દિલ્હી તા. ર૪ : કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારને આજે ચાર વર્ષ પૂર્ણ થશે. તેના માટે ભાજપ એકબાજુ જયાં વિપક્ષના દરેક દાવાને ખોટા સાબિત કરવાના પૂર્ણ પ્રયત્નો કરી રહ્યું છ.ે બીજી બાજુ વિપક્ષ પણ ભાજપ સરકારની નિષ્ફળતાને પ્રજાની સામે લાવવાના પુરજોર પ્રયત્ન કરી રહી છે જેથી તે આવતા વર્ષે લોકસભા ચુંટણીમાં ફરી સતાની કમાન સંભાળી શકે.

ગઇકાલે કોંગ્રેસે કેન્દ્ર સરકારના ચાર વર્ષ પુરા થવાના મોકા પર એક પોસ્ટ જાહેર કર્યું છે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ગેહલોત અને પક્ષના પ્રવકતા રણદીપ સુરજેવાલાએ ઝાટયાને સંબોધન કર્યુ તેઓએ કહ્યું કે આજ લોકોના ડર અને અને અવિશ્વાસનો માહોલ ફેલાયેલા છે તેઓનો વિશ્વાસ તુટયો છ.ે

તેલોના ભાવમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે આ એક લૂંટ છે કેન્દ્ર સરકારને કોઇ ફેર પડતો નથી.

કોંગ્રેસ નેતાઓએ કહ્યું કે ચાર વર્ષ દરમ્યાન પ્રજાની સાથે ફકત વિશ્વાસઘાત થયો છે જે રૂપે આ ભાજપ સરકારે પૈસા ઉડાવ્યા છે. અને સરકારી પૈસાથી દરેક વર્ષે જશ્ન મનાવી રહ્યા છે. કોંગ્રેસ એવી પરંપરા કયારેય કરી નથી એ ભુલી જાય છે કે જયારે અમે મુખ્યમંત્રી બનીએ છીએ વડાપ્રધાન બને છે. અને લોકો પ્રજાના ટ્રસ્ટી હોય છે તે પ્રજાના પૈસાને વેડફવાનો અમને કોઇ હક નથી.

અશોક ગેહલોતે કહ્યું કોંગ્રેસ કયારેય પણ છર્ષગાંઠ ઉજવી નથી પરંતુ કેન્દ્ર સરકાર મોટી-મોટી જાહેરાતો આપી રહી છે લોકોમાંં ભય અવિશ્વવાસ હિંસાનો માહોલ  છે, એક બાજુ રાહુલ ગાંધી અહિંસા પ્રેમની રાજનીતી વાત કરે છે અને બીજીબાજુ આરએસએસની વિચારધારા તેનાથી ઉલટ છે.

ઉલ્લેખનીય છે કે ચાર વર્ષનો કાર્યકાળ પુરા થવા મોદી સરકારને વિપક્ષ દરેક આરોપોને ખોટા સાબિત કરવા માટે રણનીતી બનાવી છે પક્ષે પોતાના રીપોર્ટ કાર્ડ માટે દરેક મંત્રાલયો અને વિભાગ પાસેથી પ્રગતિ રીપોર્ટ માંગ્યો છે .જેથી તે પ્રજાની પોતાની સફળતા અને વાયદાને પૂર્ણ કરવાના વિશે જણાવી શકે બીજીબાજુ કોંગ્રેસ મોદીના રીપોર્ટ કાર્ડને નિષ્ફળ સાબિત કરવાની રાહમા છે.

(4:18 pm IST)