મુખ્ય સમાચાર
News of Saturday, 24th April 2021

એમ્બ્યુલન્સ કર્મચારીએ વૃદ્ધને હૉસ્પિ. લઈ જવાનો ઇન્કાર કર્યો

થોડીવારમાં મોત, આઘાતમાં આવીને પુત્રનો આપઘાત : ૧૯ એપ્રિલના રોજ વૃદ્ધનો કોરોના વાયરસનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જોકે તેનો રિપોર્ટ આવ્યો ન હતા

દરભંગા,તા.૨૪ : કોરોના વાયરસ જેટલો ખતરનાક છે એટલો ખતરનાક તેનો ડર છે. તાજેતરમાં બિહારના દરભંગાના બહાદુરપુર પ્રખંડના દોકલી ગામમાં વાતનું તાજું ઉદારણ સામે આવ્યું છે. અહીં એક વૃદ્ધને એમ્બ્યુલન્સના કર્મચારીએ હૉસ્પિટલ લઈ જવાનો ઇક્નાર કરી દીધો હતો. ચાલકને ડર હતો કે વૃદ્ધ કોરોના સંક્રમિત છે. પરિણામ સ્વરૂપે થોડીવારમાં વૃદ્ધે દમ તોડી દીધો હતો. વાતથી આઘાતમાં આવી ગયેલા વૃદ્ધના પુત્રએ આપઘાત કરી લીધો હતો.

બનાવ દરભંગાના બહાદુરપુર પ્રખંડનો છે. અહીં દોકલી ગામમાં દમથી પીડિત ૬૦ વર્ષીય વૃદ્ધ મદન મોહન ઝાની તબિયત છેલ્લા થોડા દિવસોથી ખરાબ હતી. અચાનક તબિયત વધારે બગડતા વૃદ્ધના પુત્રએ બહાદુરપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફોન કરીને એમ્બ્યુલન્સ મંગાવી હતી. જોકે, એમ્બ્યુલન્સ કર્મચારીએ દર્દીને કોરોના સંક્રમિત હોવાનું કહીને લઈ જવાનો ઇક્નાર કર્યો હતો. અડધા કલાક પછી વૃદ્ધનું મોત થઈ ગયું હતું. પિતાના મોત બાદ દીકરો રામુ ઝા ઘરેથી નીકળી ગયો હતો અને થોડે દૂર બગીચામાં જઈને ગળેફાંસો ખાઈ લીધો હતો. રામુનું પણ મોત થયું હતું. જોકે, રામુના આપઘાત પાછળનું સ્પષ્ટ કારણ સામે નથી આવ્યું.

પરંતુ એવું કહેવામાં આવે છે કે દીકરો પિતાના મોતનો આઘાત સહન કરી શક્યો હતો. આથી તેણે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે ૧૯ એપ્રિલના રોજ વૃદ્ધનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જોકે, તેનો રિપોર્ટ આવ્યો હતો. ઘરના સભ્ય હરિ વલ્લભ ઝાએ કહ્યુ કે, બે-બે મોત બાદ પરિવારના સભ્યો ખૂબ ગુસ્સામાં છે. પરિવાર બંને મોત માટે હૉસ્પિટલના ડૉક્ટર અને એમ્બ્યુલન્સકર્મીને જવાબદાર માને છે.

 મૃતકના કાકાએ કહ્યુ કે, જ્યારે કોરોના તપાસ રિપોર્ટ આવ્યો નથી ત્યારે એમ્બ્યુલન્સકર્મીએ કેવી રીતે માની લીધું કે તેઓ કોરોના સંક્રમિત છે? તેના ભત્રીજાએ ગળેફાંસો ખાધા બાદ તેને હૉસ્પિટલ લઈ જવાનો હતો. સમયે તેનો શ્વાસ ચાલી રહ્યો હતો પરંતુ ડૉક્ટરોએ સારવારમાં બેદરકારી દાખવતા તેનું મોત થયું હતું. મામલે પોલીસ પણ કંઈ બોલવા માટે તૈયાર નથી.

(7:24 pm IST)