મુખ્ય સમાચાર
News of Saturday, 24th April 2021

યુપીઃ પૈડા પર પહોંચ્યો પ્રાણવાયુઃ ઓકિસજન એકસપ્રેસ ટ્રેનથી ૩ ટેન્કર લવાયા

બે ટેન્કર લખનઉ તેમજ એક ટેન્કર વારાણસી પહોંચતા ઓકિસજનની સ્થિતિમાં સુધારો થવાની આશા

લખનઉ, તા.૨૪: દેશમાં કોરોનાના દર્દીઓને ઓકિસજન પહોંચાડવા માટે ઓકિસજન એકસપ્રેસ અંતર્ગત ઉત્ત્।ર પ્રદેશમાં પૈડા પર પ્રાણવાયુ પહોંચાડવામાં આવ્યો છે. ઝારખંડના બોકારોથી ટ્રેન મારફતે ઓકિસજન મોકલવામાં આવ્યો હતો જે શનિવારે ઉત્ત્।ર પ્રદરેશ પહોંચી હતી. ઉત્ત્।ર પ્રદેશમાં પણ હોસ્પિટલોમાં ઓકિસજનની ભારે અછત વર્તાઈ રહી છે.

રાજયમાં છેલ્લા થોડા દિવસોથી કોરોનાના કેસોમાં વધારો થતાં હોસ્પિટલમાં ઓકિસજનની માંગમાં ઉછાળો આવ્યો છે. દેશભરમાં રેલવે દ્વારા ઓકિસજન એકસપ્રેસ સેવા હેઠળ રાજયોને ઓકિસજનનો પુરવઠો પહોંચાડવાનું શરૂ કરવામાં આવ્યું છે. રેલવેના વેગન પર ઓકિસજન ટેન્કર સાથેના ટ્રકોનું પરિવહન કરવામાં આવી રહ્યું છે. 

રાજયના અધિક મુખ્ય સચિવ (ગૃહ) અવનિશ કુમારે જણાવ્યું કે, સવારે ૬.૩૦ કલાકે લખનઉમાં બે ટ્રક પહોંચ્યા હતા તેમજ એક ટ્રક વારાણસી ખાતે ઉતારવામાં આવ્યો છે. પ્રત્યેક ટ્રકની ક્ષમતા ૧૫ હજાર લિટર મેડિકલ ઓકિસજનની છે. શનિવારે પહોંચેલા બે ટ્રકો લખનઉની અડધો અડધ માંગને સંતોષશે જેને પગલે આંશિક રાહત મળી શકશે.

ઉત્તર પ્રદેશના સ્વાસ્થ્ય મંત્રી જય પ્રતાપ સિંહે જણાવ્યું કે, ઓકિસજન એકસપ્રેસ આવી પહોંચતા રાજયમાં સ્થિતિમાં સુધારો થશે. આગામી સમયમાં ઉત્તર પ્રદેશ સરકારની વિનંતીને આધારે બીજી એકસપ્રેસ ટ્રેન પણ દોડાવવામાં આવશે તેમ રેલવેએ જણાવ્યું હતું.

(3:39 pm IST)