મુખ્ય સમાચાર
News of Saturday, 24th April 2021

કોરોના કેમ વકર્યો ? ૯ માસ બધા 'ઉંઘતા' રહ્યા : ઉપચાર પ્રોટોકોલ ન બદલાવ્યો : બેફીકર રહ્યા ઓફિસરો

અમેરિકા - યુકે - બ્રિટન - ફ્રાંસ ઉપચાર પ્રોટોકોલ બદલતા રહ્યા આપણે 'ઠંડા' પડી ગયા : ફેબ્રુઆરીના મધ્યમાં જ બીજી લહેરના સંકેત મળ્યા હતા પણ કોઇએ ગણકાર્યુ નહિ

નવી દિલ્હી તા. ૨૪ : દેશમાં મહામારીની લહેર બેકાબુ છે અને ૧૫ દિવસથી ઓકિસજન, હોસ્પિટલોમાં પથારી, રેમડેસિવીર, પ્લાઝમા, ટોસીલીજુમાબદવાની અછત વર્તાય છે. એવી સ્થિતિ પેદા થઈકારણકેનવ મહિના સુધી દેશના કોરોના સારવાર પ્રોટોકોલમાંફેરફાર થયો નથી. રાષ્ટ્રીય ટાસ્ક ફોર્સ પણ બે મહિના મૌન રહી. સૂત્રોના જણાવ્યા મુજબ, ટાસ્ક ફોર્સની બેઠક ગઈ ૧૧ જાન્યુઆરીએથઇ હતી. એક ફેબ્રુઆરીએ એક દિવસમાં ૧૧૪૨૭ કેસ છતાં ફેબ્રુઆરી-માર્ચમાં એક પણ બેઠક યોજાય નથી.

એક એપ્રિલેદેશમાં ૭૨,૩૩૦ તેમજ પાંચ એપ્રિલેપ્રથમવાર એક લાખથી વધુ કેસ જોવા મળ્યા. ત્યારે પણ ટાસ્ક ફોર્સ બેઠી નહીં. ૯ એપ્રિલેજયારેએક દિવસમાં દર્દી ૧.૩૧ લાખથી  વધુ થયા. ત્યારબાદ ૧૩ એપ્રિલ બાદ બે લાખ થયા. ત્યારે ટાસ્ક ફોર્સની ૧૫ તેમજ ૨૧ એપ્રિલેબેઠક યોજાવામાંઆવી.

ઉપચાર પ્રોટોકોલ તૈયાર કરવાની જવાબદારી આઈસીએમઆર પર હતી. ટાસ્કફોર્સઆએક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે પ્રોટોકોલમાંઅંતિમ બદલાવ ત્રણ જુલાઈ ૨૦૨૦ના રોજ થયો હતો. નવ મહિના સુધી આઈસીએમઆરે ધ્યાનમાં લીધી નહોતી. આ બધાની વચ્ચે WHOએ રેમડેસીવરઇન્જેકશનનેદર્દીના મૃત્યુનેરોકવામાંઅસરકારક ગણાવી નથી. આઈસીએમઆરના વૈજ્ઞાનિકે પ્લાઝમાથેરેપીનેપણ વધુ કારગર ગણાવી.જયારેઅમેરિકા, યુકે, ઇટાલી, ફ્રાન્સ,રશિયા સહિત અન્ય દેશોમાં પ્રોટોકોલ બદલાતા રહયા.

૨૧ એપ્રિલેટાસ્કફોર્સની બેઠકમાં અનેક સવાલો પેદા કર્યા તો ૨૨ એપ્રિલેઆઈસીએમઆરેએમ્સના સહયોગથી નવો પ્રોટોકોલ જાહેર કર્યો. પ્રાઇવેટ હોસ્પીટલોએતેનો ફાયદો ઉઠાવ્યો અને વધુ માત્રામાં દર્દીઓ જોવા મળ્યા. એક સભ્યના કહ્યા મુજબ, છેલ્લા વર્ષે લોકડાઉન પર વિશેષજ્ઞો પાસેથી જાણકારી લીધી નહીં અને બેઠક કર્યા વગર રસીકરણની શરૂઆત કરી દેવામાં આવી. સીરો સર્વેનેપણ ધ્યાનમાં લીધું નહીં.

(11:06 am IST)