મુખ્ય સમાચાર
News of Saturday, 24th April 2021

રિસર્ચમાં થયો દાવો

કોરોના વેકસીનના પ્રથમ ડોઝ પછી સંક્રમણનો ખતરો ૬૫ ટકા જેટલો ઓછો થઇ જાય છે

વેકસીનને લઇને લોકોના મનમાં ઘણા પ્રકારના સવાલ છેઃ વેકસીનેશન બાદ પણ સંક્રમણના સમાચારે રસીને લઇને તેમના વિશ્વાસને પ્રભાવિત કર્યો છેઃ પરંતુ આ સ્ટડીઝથી સ્પષ્ટ થાય છે કે વેકસીન લગાવવી કેટલી જરૂરી છે

લંડન, તા.૨૪: કોરોના વેકસીનને લઇને ઉદભવી રહેલા પ્રશ્નો વચ્ચે એક સારા સમાચાર સામે આવ્યા છે. બ્રિટનમાં થયેલા રિસર્ચોમાં જાણવા મળ્યું છે કે વેકસીનનો પ્રથમ ડોઝ લીધા બાદ જ સંક્રમણનો ખતરો ઓછો થવા લાગે છે. વૈજ્ઞાનિકોએ બ્રિટનમાં ઉપયોગ થનાર ઓકસફોર્ડ/AstraZeneca અથવા Pfizer/BioNTech વેકસીનને પોતાના રિસર્ચમાં સામેલ કરી. આ દરમિયાન તેમને જાણવા મળ્યું કે રસીના પ્રથમ ડોઝ બાદ જ સંક્રમણનો ખતરો ૬૫ ટકા ઓછો થઇ જાય છે.

ઓકસફોર્ડ યુનિવર્સિટી અને ઓફિસ ઓફ નેશનલ સ્ટેટિસ્ટિક (ઓએનએસ) દ્વારા કરવામાં આવેલા બે રિસર્ચ જોકે હજુ સુધી પ્રકાશિત થયા નથી, પરંતુ બંનેમાં જાણવા મળ્યું છે કે રસીના બેમાંથી એક ડોઝે પણ વડીલો, યુવાનો અને સ્વસ્થ લોકોમાં કોરોના સંક્રમણના ખતરાને ઓછો કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે વેકસીનના બે ડોઝ લગાવવામાં આવે છે, પહેલા ડોઝના ૨૮ દિવસ બાદ જ બીજો ડોઝ આપવામાં આવે છે.

માનવામાં આવી રહ્યું છે કે આ રિસર્ચ કોરોના વેકસીનને લઇને ઉદભવેલી શંકાઓને દૂર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. વેકસીનને લઇને લોકોના મનમાં ઘણા પ્રકારના સવાલ છે. વેકસીનેશન બાદ પણ સંક્રમણના સમાચારે રસીને લઇને તેમના વિશ્વાસને પ્રભાવિત કર્યો છે, પરંતુ આ સ્ટડીઝથી સ્પષ્ટ થાય છે કે વેકસીન લગાવવી કેટલી જરૂરી છે. જોકે રિસર્ચકર્તાએ સતર્ક કર્યા છે કે વેકસીન લગાવ્યા પછી પણ વ્યકિત સંક્રમિત થઇ શકે છે અને લક્ષણો વિના સંક્રમિત થયા બાદ તે જીવલેણ વાયરસને ફેલાવી શકે છે. જેથી માસ્ક (Mask) લગાવવું અને સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન કરવું જરૂરી છે.

રિસર્ચકર્તાઓએ સપ્ટેમ્બર ૨૦૨૦થી એપ્રિલ ૨૦૨૧ વચ્ચે બ્રિટનમાં ૩૫૦૦૦૦ લોકોના ટેસ્ટનું વિશ્લેષણ કર્યું અને જાણવા મળ્યું કે રસીના પ્રથમ ડોઝ બાદ ૨૧ દિવસમાં કોરોના વાયરસ સંક્રમણમાં દ્યટાડો થવામાં ૨૧ દિવસનો સમય લાગે છે. ડોકટરોના અનુસાર રસી લગાવ્યા બાદ ૨૧ દિવસમાં કોરોના વાયરસના વિરૂદ્ઘ રોગપ્રતિરોધક ક્ષમતા વિકસિત થવામાં ૨૧ દિવસનો સમય લાગે છે. રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે પ્રથમ ડોઝ બાદ તે ૨૧ દિવસમાં સંક્રમણનો ખતરો ૬૫ ટકા સુધી ઓછો થઇ ગયો અને બીજા ડોઝ બાદ તેમાં ૭૦ થી ૭૭ ટકાનો દ્યટાડો નોંધાયો છે. મોટાપાયે સમુદાયના સર્વિલાંસની મદદથી કરવામાં આવેલા રિસર્ચમાં વૈજ્ઞાનિકોએ તારણ કાઢ્યું છે કે ઓકસફોર્ડ-એસ્ટ્રાજેનેકા અથવા ફાઇઝ-બાયોએનટેક રસીનો એક ડોઝ પણ COVID-૧૯ ના ખતરામાં દ્યણી હદે કામ કરે છે.

(10:17 am IST)