મુખ્ય સમાચાર
News of Saturday, 24th April 2021

મોતનું જોખમ દર્દી કરતાં તબીબોમાં પાંચ ગણું વધુ

દેશમાં એક વર્ષમાં કોરોના સંક્રમિત ૭,૫૦૦થી વધુ ડોકટરો પૈકી ૭૪૭ જિંદગીનો જંગ હારી ગયા : ગુજરાતમાં ૬૨ ડોકટરોએ જીવ ગુમાવ્યો : આફતની ઘડીએ વોરિયર્સ જીવના જોખમે ખડેપગે

નવી દિલ્હી,તા. ૨૪: સમગ્ર દેશમાં હાહાકાર મચાવતી કોરોના સામાન્ય લોકો તો ઠીક ફન્ટલાઇન વોરિયર ગણાતા ડોકટરોની પણ જિંદગી ભરખી રહ્યો છે. દર્દીઓની કોરોનાના સંક્રમણનું પ્રમાણ ચિંતાજનક છે. જો કે, આરોગ્યલક્ષી આફતની આ ઘડીમાં પણ તબીબો જીવન જોખમે એક યોધ્ધાની માફક દિવસ-રાત જોવા વિના દર્દીઓની સારવાર કરી રહ્યા છે.

ઇન્ડિયન મેડિકલ એસોસિએશને જારી કરેલા ડેટા મુજબ સમગ્ર દેશમાં ગત માર્ચ -૨૦૨૦થી ૩૧ માર્ચ ૨૦૨૧ સુધી ૭,૫૦૦થી વધુ ડોકટરો કોરોનામાં સપડાયા હતા. જેમાંથી ૭૪૭ ડોકટરો કોરોના સામનો જંગ હારી ચૂકયા છે. દેશમાં કોરોનાથી સૌથી વધે ૮૯ મોત તમિલનાડુમાં થયા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં ૬૨ ડોકટરોએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. આઇએમએના આંકડા મુજબ દર્દી કરતા ડોકટરો મોત કોરોના ઘાતક છે. કોરોનાથી દર ૧૦૦ દર્દીઓ ૨ના મોત  થયા છે. જ્યારે કોરોના સંક્રમિત દર ૧૦૦ તબીબમાંથી ૧૦ના મોત થયા છે. આમ, દર્દીઓ કરતા તબીબોમાં મોતનું પ્રમાણ પાંચ ગણુ વધારે છેે દર ૨૦૨ દર્દીએ એક ડોકટરનું કોરોનાથી મોત થયુ છુે વધુમાં ૭૪૭માંથી ૨૮૪ સરકારી ડોકટરો કોરોનાથી મૃત્યુ પામ્યા છે. સરકાર દ્વારા આ ડોકટરોના પરિવારોને ૫૦ લાખની વીમા સહાય પણ ચૂકવાય છે.

રાજ્ય પ્રમાણે ડોકટરોના મૃત્યુના આંકડા

રાજ્ય

મોત

તમિલનાડુ

૮૯

વેસ્ટ બંગાળ

૮૦

મહારાષ્ટ્ર

૭૪

આંધપ્રદેશ

૭૦

કર્ણાટક

૬૮

યુપી

૬૬

ગુજરાત

૬૨

બિહાર

૪૦

દિલ્હી

૨૨

મધ્યપ્રદેશ

૨૨

આસમ

૨૦

પંજાબ

૨૦

વેકિસનેશનને કારણે બીજી લહેરમાં ડોકટરોના મૃત્યુ ઘટ્યા

કોરોનાની પહેલી લહેરમાં ડોકટરોમાં મૃત્યુનું પ્રમાણ ચિંતાજનક હતું. જો કે બીજી લહેરમાં પ્રમાણમાં ઘટ્યું છે. ડોકટરોમાં વેકિસનેશન કારણે મૃત્યુના પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. કોરોનાથી બચવા લોકોએ તાકીદે વેકિસન મુકાવી લેવી. બીજી લહેર ઘાતક હોય લોકોએ કોવિડ ગાઇડલાઇનનું ચુસ્તતાથી પાલન કરવું. આપણે જ આપણી જિંદગી બચાવવી જોઇએ. એ બાબતનોેધ્યાને રાખી લોકોએ તકેદારી રાખવી જોઇએ.

-ડો. ચંદ્રેશ જરદોશ (પૂર્વ પ્રમુખ IMA -ગુજરાત)૩૫થી ઓછી વયના ૩૦ ડોકટરોના શ્વાસ અટકયા

કોરોનાથી યુવા ડોકટરોએ પણ જિંદગી ગુમાવી છે. ૩૫ થી ઓછી વયના ૩૦ ડોકટરોના કોરોનાથી મોત થયા હતા. આ ઉપરાંત ૩૫.૫૦ વય જુથ વચ્ચે ૫૧, ૫૦-૬૦ વયમાં ૨૨૯, ૬૦-૭૦ વયમાં ૩૦૭ અને ૭૦ થી વધુ વયના ૯૦ ડોકટરોને કોરોના ભરખી ગયો હતો.

કોરોના સામેના જંગમાં સૌથી વધુ જનરલ પ્રેકિટશનરે જિંદગી ગુમાવી

કોરોના કાળમાં દર્દીઓની સારવાર કરતા તબીબોએ પણ જીવ ગુમાવ્યા છે. જેમાં સૌથી વધુ જનરલ પ્રેકટીશનર્સના મોત થયા છે. મૃત્યુ પામેલા કુલ ડોકટરોમાંથી ૫૯ ટકા જનરલ પ્રેકટીશનરે જિંદગી ગુમાવી છે.  આ ઉપરાંત, ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ, જનરલ સર્જન, ગાયનેકોલોજીસ્ટ, એનેસ્થેસિસ્ટ, ન્યુરો સર્જન, ન્યુરો ફિઝિશ્યન પણ કોરોનામાં મૃત્યુ પામ્યા છે.

(11:05 am IST)