મુખ્ય સમાચાર
News of Saturday, 24th April 2021

કેજરીવાલની મોટી જાહેરાત : મજૂરોને 5 હજારની રોકડ સહાય આપશે : ભોજન કેન્દ્રો પણ સ્થપાયા

મજૂરો અને પ્રવાસીઓ માટે એક હેલ્પલાઈન પણ શરુ કરવામાં આવી

નવી દિલ્હી : કેજરીવાલ સરકારે મોટી જાહેરાત કરી છે દિલ્હી સરકારે દિલ્હી ભવન અને બીજા નિર્માણ મજૂર કલ્યાણ બોર્ડમાં નોંધાયેલા દરેક મજૂરને રોકડા રુપિયા 5 હજારની સહાય આપવાની જાહેરાત કરી છે. દિલ્હી સરકાર બાંધકામ સેક્ટરના 2,10,684 મજૂરોને 5 હજારની રોકડ સહાય મળશે. દિલ્હી સરકારે 1,05,750 મજૂરો માટે 52.88 કરોડની રકમ અલગ ફાળવી છે અને આગામી દિવસોમાં બીજા મજૂરોને પણ પૈસા આપશે

દિલ્હી સરકારના નિવેદનમાં જણાવાયું છે કે દૈનિક મજૂરો, પ્રવાસીઓ અને બાંધકામમાં રોકાયેલા મજૂરોની જરુરિયાતો પૂરી કરવા દિલ્હીમાં સ્કૂલો અને નિર્માણ સ્થળો પર ભોજન વિતરણ કેન્દ્ર સ્થાપિત કરાયા છે. નિવેદનમાં જણાવાયું કે ગુરુવારે સાંજ સુધીમાં 7,000 ફૂડ પેકેટ આ ભોજન વિતરણ કેન્દ્રોમાંથી વહેંચવામાં આવ્યાં છે. મજૂરો અને પ્રવાસીઓ માટે એક હેલ્પલાઈન પણ શરુ કરવામાં આવી છે. 

પીએમ મોદી આજે કોરોના વાયરસ પર વિવિધ મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી હતી જેમાં સીએમ કેજરીવાલે ગંભીર મુદ્દા ઉઠાવ્યા હતા.કેજરીવાલે કહ્યું લે આ ઑક્સીજન સંકટ પેદા થઈ ગયો છે, મારા ફોન વાગ્યા જ કરે છે. હોસ્પિટલોમાં માત્ર અમુક કલાકોના જ ઑક્સીજન બચ્યા હોય છે. અમે મદદ માટે મંત્રીઓને ફોન કર્યા એમણે પહેલા મદદ કરી પરંતુ પછી બિચારા થાકી ગયા. સાહેબ દેશના સંશાઢનો પર તો 130 કરોડ લોકોનો અધિકાર છે ને?સાહેબ પરિસ્થિતિ ગંભીર છે, હાથ જોડીને કહું છું : કેજરીવાલ 

સાહેબ હું જાણવા માંગુ છું કે દિલ્હીના ઑક્સીજન કોઈ રોકી લે તો હું ફોન ઉપાડીને કોની સાથે વાત કરું? સાહેબ પરિસ્થિતિ ગંભીર છે. હું દિલ્હીના લોકો વતી હાથ જોડીને અપીલ કરૂ છું કે કોઈ કઠોર અને સાર્થક નિર્ણય નહીં લો તો ખૂબ મોટી તારાજી થશે. સાહેબ મને માર્ગદર્શન આપો.

(12:00 am IST)