મુખ્ય સમાચાર
News of Wednesday, 24th April 2019

હવે પૂર્વ ઉપ-રાષ્ટ્રપતિ હામિદ અન્સારી બોલ્યા : પાકિસ્તાનના એફ-16ને ફૂંકી માર્યું અને એરસ્ટ્રાઇક બન્નેના પુરાવા આપે સરકાર

જો હું કહી દઉં કે મેં સિંહ માર્યો છે તો મારે સિંહે બતાવવો પડશે

 

નવી દિલ્હી :દેશના પૂર્વ ઉપ રાષ્ટ્રપતિ હામિદ અન્સારી પણ હવે પુરાવા મંગવાવાળાની સાથે સામેલ થયા છે હામિદ અંસારીએ પણ હવે પાકિસ્તાની વિમાન એફ-16ને તોડી પાડયું અને બાલાકોટ એર સ્ટ્રાઇકના પુરાવા માંગ્યા છે

એક ખાનગી ચેનલને આપેલ ઇન્ટરવ્યૂમાં હામિદ અન્સારીએ કહ્યું કે જો ભારતે પાકિસ્તાનનું એફ 16 ફૂંકી માર્યું છે તો તેના અને એર સ્ટ્રાઇક બંનેના પુરાવા સરકારે રજૂ કરવા જોઈએ અંસારીએ કહ્યું કે બાલાકોટ એર સ્સ્ટ્રાઇક પર સવાલ કરવાનો દેશના લોકોને પૂરો હક્ક છે

   વર્ષે 26મી ફેબ્રુઆરીએ પાકિસ્તાનના બાલાકોટમાં વાયુસેનાએ એર સ્ટ્રાઇકનો વિપક્ષ પુરાવો માંગે છે બાબતે હામિદ અંસારીએ કહ્યું કે આજના સમયે વિશ્વસ્તર પર એટલા બધા સાક્ષય મોજુદ છે કે આપ સત્ય છુપાવી નહીં શકો

   પાકિસ્તાની એફ-16ના સવાલ પર હામિદ અંસારીએ કહ્યું કે જો હું કહી દઉં કે મેં સિંહ માર્યો છે તો મારે સિંહે બતાવવો પડશે જો એક દેશ કહી રહયો છે કે તેને વિમાન તોડી પાડ્યું છે અને જયારે બીજો દેશ ઇન્કાર કરે છે તો સંજોગોમાં સ્પષ્ટ છે કે બંને વચ્ચે કૈક તો છે

(12:34 am IST)