મુખ્ય સમાચાર
News of Wednesday, 24th April 2019

છેલ્લે ફિલ્મ 'પા' અને 'એ-વેનસ્ડે' જોઇ'તી : 'જ્યોતી કલશ છલકે' કે 'ઓ પવન વેગ સે ઉડને વાલે' ગીત ગમે

ટોઇલેટ : એક પ્રેમ કથા જોવી'તી પણ જોઇ નથી શકયો : મોદી

નવી દિલ્હી તા. ૨૪ :  બોલીવુડના સ્ટાર અક્ષય કુમારે પીએમ મોદીનું ઇન્ટરવ્યૂ લીધું જેમાં પીએમ મોદીએ તેમના અંગત જીવન વિશે ઘણી વાતો કરી હતી. દેશના ઇતિહાસમાં આ પહેલી વખત થયું હશે જયારે બોલીવુડ સ્ટારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ઇન્ટરવ્યૂ લીધુ હોય. પીએમ મોદીએ અક્ષયના દરેક સવાલોનો જવાબ આપ્યો હતો. તે દરમિયાન જયારે અક્ષય કુમારે પીએમ મોદીથી પૂછ્યું કે તમે કયારે કોઇ હિન્દી ગીત એકલા ગુનગુનાવો છો.

અક્ષયના આ સવાલ પર પીએમ મોદીએ કહ્યું કે, ગીત ગુનગુનાવાનું તો નથી થતું, પણ જયારે મારા મનમાં જે કોઇ ગીત છે 'જયોતિ કલશ છલકે' અથવા 'ઓ પવન વેગ સે ઉડને વાલે' જેવા ગીતો ઘણા જૂના ખુબ જ ગમતા હતા. આજના ગીતો તો મને ખબર જ નથી. જણાવી દઇએ કે, 'જયોતિ કલશ છલકે'ગીત ફિલ્મ 'ભાભી કી ચૂડિયાં'અને 'ઓ પવન વેગ સે ઉડને વાલે'ગીત 'જય ચિતૌડ'ફિલ્મના છે. આ બંને ગીત લતા મંગેશ્કરે ગાયા છે.

જયારે અક્ષય કુમારે પીએમ મોદીને પૂછ્યું કે શું તમે ફિલ્મ જોવો છો? છેલ્લે કઇ ફિલ્મ જોઇ હતી? તેના પર પીએમ મોદીએ કહ્યું, જયારે સીએમ હતો ત્યારે અમિતાભ બચ્ચન સાથે તેમની ફિલ્મ 'પા'જોઇ હતી. તે દરમિયાન અનુપમજીની સાથે 'A Wednesday' જોઇ હતી, પરંતુ પીએમ બન્યા બાદ કોઇ ફિલ્મ જોઇ નથી. ફિલ્મ 'ટોયલેટૅં એક પ્રેમ કથા'જોવા માટે ઘણા લોકોએ કહ્યું, પરંતુ હું ના જોઇ શકયો. આ ફિલ્મની ઘણા લોકો પાસેથી પ્રશંસા સાંભળી હતી.

(4:12 pm IST)