મુખ્ય સમાચાર
News of Wednesday, 24th April 2019

આર્ટીમીસ ઇલેકિટ્રકલ્સનો SME IPOનું ભરણુ તા. ૩૦ એપ્રિલે બંધ થશે

મુંબઇ તા. ૨૪ : આર્ટિમીસ ઈલેકિટ્રકલ્સ લિ.નો આઈપીઓ આજે ખૂલશે અને તા.૩૦ એપ્રિલ ૨૦૧૯ ના બંધ થશે. કંપની રૂ.૧૦નો એક એવા ૭૦ લાખ ઈકિવટી શેરો-શેર દીઠ રૂ. ૫૫થી ૬૦ના ભાવે ઈસ્યૂ કરી રહેલ છે. આમ ઈસ્યૂનું કદ રૂ.૩૮.૫૦ કરોડથી રૂ.૪૨ કરોડનું થશે. અરજદારે ઓછામાં ઓછા ૨૦૦૦ શેરો માટે અને તે બાદ તેના ગુણાંકમાં અરજી કરવી પડશે. આ શેરોને મુંબઈ શેરબજારના એસએમઈ પ્લેટફોર્મની યાદી પર મૂકવામાં આવશે.

આર્ટીમીસ ઈલેકિટ્રકલ્સ લિ.એ આઈએસઓ ૯૦૦૧ ૨૦૧૫, આઈએસઓ ૧૪૦૦ ૨૦૧૫ અને ઓએચએસએએસ ૧૮૦૦૧ ૨૦૦૭ સર્ટિફાઈડ કંપની છે. તે લાઈટ એમીટિંગ ડાયોડ એલઈડી લાઈટ અને એલઈડી લાઈટિંગ એસેસરીઝના ઉત્પાદન અને ટ્રેડિંગમાં પ્રવૃત્ત છે. તે આઉટડોર અને ઈનડોર એલઈડી આધારિત લાઈટિંગ સોલ્યુશન્સ પૂરાં પાડે છે. આમાં સ્ટ્રીટ લાઈટ, સોલાર પાવર હોમ એલઈડી લાઈટિંગ સીસ્ટમ, ડાઉન લાઈટ, ગાર્ડન લાઈટ, પેવમેન્ટ-વોક થ્રુ ઈન્ડિકેશન લાઈટ વગેરેનો સમાવેશ થાય છે. કંપનીના ઉત્પાદનો રોશની માટે અને જનરલ લાઈટિંગ માટેના વિવિધ ઉપયોગમાં વપરાય છે. તે આર્કિટેકચરલ, રહેઠાણ, ઓફિસ, ઔદ્યોગિક એકમ, દુકાન, હોટલ અને આઉટડોરમાં વપરાય છે.

(4:06 pm IST)