મુખ્ય સમાચાર
News of Wednesday, 24th April 2019

સોનમ ઘડિયાલ ઉદ્યોગમાં પ્રથમ NSE લિસ્ટેડ કંપની છે : ૨૭થી વધુ દેશોમાં નિકાસ : જયેશ શાહ

કંપની ભારતની ટોચની ૩ બ્રાન્ડ દિવાલ ઘડિયાલ નિર્માતા કંપનીની કતારમાં

મુંબઇ તા. ૨૪ : સોનમ કલોક લિમિટેડ ૧૯૯૬માં સ્થાપિત ગુજરાત માં મોરબી સ્થિત ઘડિયાળ ઉત્પાદન કંપની છે. ૨૦૦૯ માં કંપનીએ ડિજિટલ કલોકસ પ્રોડકટ્સ ની શરૂઆત કરી હતી, કંપનીએ સમયાંતરે ડિજિટલ ઘ્શ્રંણૂત્ત્ સેગમેન્ટમાં વિવિધ પ્રકારના મોડેલ પ્રદાન કર્યા છે, તેમાં ડિજિટલ કલોકસના ૩૦ મોડેલો, LCD કલોકસના ૪ મોડેલો, Analog With LED Lighting કલોકસના ૪ મોડેલોનો સમાવેશ થાય છે.

કંપની ભારતમાં ટોચની ૩ બ્રાન્ડ્સ દિવાલ ઘડિયાળ નિર્માતા કંપનીની કતારમાં છે, અને ભારતમાં Clock Movement  ની વિશાળ ઉત્પાદક કંપની છે. સોનમ અને લોટસના બ્રાન્ડ નામ હેઠળ કંપની ૩૦૦ થી વધુ વધારે મોડેલ દિવાલ ઘડિયાળ અને અલાર્મ ઘડિયાળ માં પ્રદાન કરે છે.

શ્રી જયેશ શાહ, ચેરમેન અને મેનેજિંગ ડિરેકટર જણાવ્યું હતું કે, અમારી મુસાફરી ૧૯૯૬ માં શરૂ થઈ હતી અને તે સમયે અમારી ઉત્પાદન ક્ષમતા દરરોજ ૨૫૦ Pieces ની હતી, હવે ૬૫૦ કર્મચારીઓ સાથે અમારી ઉત્પાદન ક્ષમતા પ્રતિ દિવસ ૧૦૦૦૦ દિવાલ ઘડિયાળ,૫૦૦૦ અલાર્મ કલોક અને ૫૦૦૦૦ દિવાલ ઘડિયાળ Movement સુધી પહોંચી ગયા છીએ. અમારી કંપની તેના ઉત્પાદનોને વિશ્વભરમાં ૨૭ કરતાં વધુ દેશોમાં નિકાસ કરે છે. ભારતમાં સોનમ કલોક સફળતાપૂર્વક દક્ષિણ ભારત ના બજાર પર સારું પ્રભુત્વ ધરાવે છે.  સોનમ કલોક લિમિટેડ એ પ્રથમ કંપની છે જે કોર્પોરેટ અને ગિફટીંગ ક્ષેત્રે અનપેક્ષિત વૃદ્ઘિ પ્રાપ્ત કરી છે.મોરબી ઘડિયાળ ઉદ્યોગમાં પ્રથમ NSE લિસ્ટેડ કંપની છે.ગુણવત્તા ઉત્પાદન ઉત્પન્ન કરવા માટે કંપની પાસે અદ્યતન ટેકનોલોજી છે,મેનેજમેન્ટ અને કર્મચારીઓના પ્રયત્નો દ્વારા કંપનીએ બજારમાં અનપેક્ષિત લક્ષ્ય પ્રાપ્ત કર્યું છે. તેમાંના મોટાભાગના મહિલા કર્મચારીઓ છે.

(4:05 pm IST)