મુખ્ય સમાચાર
News of Wednesday, 24th April 2019

૭ મહિના પછી

રંજન ગોગોઇના અનુગામી બનશે જસ્ટીસ બોબડે

૭ મહિના પછી નિવૃતિ થઇ રહેલા સુપ્રિમકોર્ટના ચીફ જસ્ટીસ રંજન ગોગોઇ વિરૂધ્ધના આક્ષેપોની તપાસ કરવા જે કમિટી નિયુકત થઇ છે તે ૩ જજોની પેનલના વડા જસ્ટીસ એસ.એ. બોબડે શ્રી જસ્ટીસ રંજન ગોગોઇ પછી દેશના નવા ચીફ જસ્ટીસ બનશેઃ શ્રી ગોગોઇએ આ આરોપીની તપાસ તેમના પછી બીજા નંબરે આવતા જસ્ટીસ બોબડે ઉપર છોડી છે. જસ્ટીસ બોબડે સાથે જસ્ટીસ એન.વી. રમણ અને જસ્ટીસ ઇન્દિરા બેનર્જી આ તપાસ કમીટીના સભ્યો તરીકે સામેલ કરાયા છે. જસ્ટીસ શરદ અરવિંદ બોબડે મધ્યપ્રદેશ હાઇકોર્ટના ચીફ જસ્ટીસ રહી ચુકયા છે. શ્રી રંજન ગોગોઇની નિવૃતિ બાદ અને તેમની સુપ્રિમના ચીફ જસ્ટીસ પદે નિયુકતી પછી ૨૩ એપ્રિલે ૨૦૨૧ના નિવૃતિ થશે. ત્યાં સુધી સુપ્રિમકોર્ટના ચીફ જસ્ટીસ પદે (લગભગ દોઢ વર્ષ) રહેશે તેમ જાણવા મળે છે. (૪૦.૧૪)

(3:54 pm IST)