મુખ્ય સમાચાર
News of Wednesday, 24th April 2019

મોદી ચોકીદાર છે કે દિલ્લીના શહેનશાહ ? પ્રિયંકા ગાંધી

નવીદિલ્હી,તા.૨૪: લોકસભાની ચૂંટણીના પડઘમ સમગ્ર દેશમાં વાગી રહ્યા છે. ત્રણ તબક્કાની ચૂંટણી પૂર્ણ થઇ છે, જ્યારે હજુ ચાર તબક્કાનું મતદાન બાકી છે. પોતાની જીત મેળવવા અને મતદાતાઓને રાજી કરવામાં કોઇ પક્ષ કઇ કમી બાકી રાખતો નથી. જ્યારે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરીને પીએમ મોદીને આડેહાથ લીધા છે. જોઇએ સમગ્ર અહેવાલ

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીને લઈને ટ્વીટ કરીને કટાક્ષ કર્યો છે. પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરીને પીએમ મોદીને સવાલ કર્યો છે કે, બુંદેલખંડ વિસ્તારમાં પાણીની ગંભીર સમસ્યા હોવા છતા પણ પીએમ મોદીના સ્વાગત માટે બાંદાના રસ્તાઓ પર પીવાના પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. તેઓ ચોકીદાર છે કે પછી દિલ્લીથી આવેલા કોઈ શહેનશાહ.

ઉલ્લેખનીય છે કે, પીએમ મોદી એક ચૂંટણી રેલીને સંબોધન કરવાના છે. આ અઠવાડિયામાં યૂપીના બાંદામાં પીએમ મોદી જાહેરસભાને સંબોધન કરશે. જેને લઈને અત્યારથી જ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. પ્રિયંકાએ એક ટેન્કરથી રસ્તા પર પાણી છાંટવાનો વીડિયો પણ શેર કર્યો છે. ટ્વીટમાં પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, સમગ્ર બુંદેલખંડમાં મહિલાઓ, પુરૂષ, સ્કૂલના બાળકો, પશુ-પક્ષીઓ પાણીની ગંભીર સમસ્યા સામે લડી રહ્યા છે, ત્યારે પ્રધાનમંત્રીના સ્વાગત માટે ટેન્કરો મારફતે પીવાના પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. આ ચોકીદાર છે કે દિલ્લીથી પધારેલા કોઈ શહેનશાહ

(3:52 pm IST)