મુખ્ય સમાચાર
News of Wednesday, 24th April 2019

આસામના પૂર્વ ડીજીપીએ EVM પર ઉઠાવ્યો સવાલ: વોટ બાદ અન્ય ઉમેદવારની પાવતી વીવીપેટમાં જોવા મળી !!

ફરિયાદ કરવાનું મન બનાવતા કહેવાયું જો ફરિયાદ ખોટી પડશે તો તેમને સજા મળશે

ચૂંટણીમાં વપરાતા ઈવીએમ અને વીવીપેટમાં ગરબડ હોવાના આક્ષેપોમાં હવે આસામના પૂર્વ ડીજીપીનું નામ પણ સામેલ થયું છે. આસામના પૂર્વ ડીજીપીએ સવાલ ઉઠાવતા કહ્યું છે કે, તેઓએ પોતાના મત જે ઉમેદવારને આપ્યો હતો. તેની જગ્યાએ અન્ય ઉમેદવારના નામની પાવતી વીવીપેટમાં જોવા મળી હતી.

    તેમણે આ અંગે ફરિયાદ કરવાનું પણ મન બનાવ્યુ હતુ. પરંતુ જો તેમને કહેવામાં આવ્યુ હતુ કે જો ફરિયાદ ખોટી સાબિત થશે તો તેમને સજા મળશે.

અત્રે ઉલ્લેખનિય છે કે ગઈકાલે 23 એપ્રિલે દેશમાં 15 રાજ્યોના 117 બેઠકો પર મતદાન થયું હતું. જેમાં આસામની ચાર બેઠકો પર પણ મતદાન થયું હતું. જ્યાં તેમણે મતાધિકારના ઉપયોગ સમયે મત કોઈ એક ઉમેદવારને આપ્યો અને વીવીપેટમાં અન્ય ઉમેદવારના નામની પાવતી જોવા મળી.

(2:05 pm IST)