મુખ્ય સમાચાર
News of Wednesday, 24th April 2019

હોશિયારપુરથી ટિકિટ કપાતા કેન્દ્રીયમંત્રીએ કહ્યું ભાજપે ગૌહત્યા કરી :ભાવુક થઈને પૂછ્યું હમસે ક્યાં ભૂલ હુઈ ?

મારી ભૂલ એટલી છે કે મારા પર ઘોટાળાનાં આરોપ નથી, મારા આચરણ પર કોઈ આંગળી નથી ઉઠાવી શકતું,

નવી દિલ્હી :ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી 2019 માટે 26મી લિસ્ટમાં ત્રણ ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ભાજપે પંજાબની હોશિયારપુર લોકસભા સીટથી કેન્દ્રીય મંત્રી વિજય સામ્પલાની ટિકિટ કાપી છે અને તેમની જગ્યાએ ફગવાડાથી વિધાયક સોમ પ્રકાશને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. હોશિયારપુરથી ટિકિટ કપાતા વિધાયક ભાવુક થયા અને તેમને પાર્ટીને પૂછ્યું કે આખરે તેમની શુ ભૂલ હતી.

વિજય સામ્પલા ઘ્વારા નિરાશ થઈને ટવિટ કરવામાં આવી કે ભાજપાએ ગૌહત્યા કરી દીધી. વિજય સામ્પલા ઘ્વારા તેમના નામની આગળથી ચોકીદાર પણ હટાવી દેવામાં આવ્યું છે. ભાજપાએ મંગળવારે જે લિસ્ટ જાહેર કરી તેમાં પાર્ટીમાં શામિલ થયેલા બોલિવૂડ અભિનેતા સની દેઓલને ગુરુદાસપુરથી ઉમેદવાર જાહેર કર્યા, જયારે સોમ પ્રકાશને હોશિયારપુર અને કિરણ ખેરને ચંદીગઢથી ઉમેદવાર બનાવ્યા છે.

સામાજિક ન્યાય અને સશક્તિકરણ રાજ્યમંત્રી વિજય સામ્પલા ઘ્વારા ટવિટ કરવામાં આવ્યું કે, કોઈ દોષ તો જણાવી દો? વિજય સામ્પલા ઘ્વારા ટવિટ કરીને જણાવવામાં આવ્યું કે મારી ભૂલ એટલી છે કે મારા પર ઘોટાળાનાં આરોપ નથી, મારા આચરણ પર કોઈ આંગળી નથી ઉઠાવી શકતું, મેં મારા વિસ્તારમાં એરપોર્ટ બનાવ્યું, રેલવે ચલાવી, સારા રસ્તા બનાવ્યા. જો મારી આ ભૂલ હોય તો હું આગળની પીઢીને સમજાવી દઈશ કે તેઓ આવી ભૂલ ના કરે.

(1:00 pm IST)