મુખ્ય સમાચાર
News of Wednesday, 24th April 2019

આઇટીએ પ્રોપર્ટીની ખરીદીમાં રોકડ રકમનો ઉપયોગ કરનાર ૨૭,૦૦૦ લોકોની ઓળખ કરી

ગુનો સાબિત થાય તો ભારે દંડની છે જોગવાઇ

નવીદિલ્હી, તા.૨૪: પ્રોપર્ટીની ખરીદીમાં રોકડ રકમનો ઉપયોગ કરનારાઓ સામે આવકવેરા વિભાગે સખત વલણ અપનાવ્યું છે. વિભાગે ચાલુ વર્ષમાં તપાસ દરમ્યાન પ્રોપર્ટીની ખરીદી દરમ્યાન રોકડ રકમનો ઉપયોગ કરનારા ૨૭,૦૦૦ લોકોની ઓળખ કરી લીધી છે. વિભાગે આ લોકોને નોટિસ મોકલવાનું ચાલુ કર્યું છે.

વિભાગે લોકોને પ્રોપર્ટીની ખરીદી અને તેમના બેન્ક ખાતાની માહિતીને જોડને એના આધાર પર એ જાણ મેળવી છે કે દેશમાં ૨૬,૮૩૦ કેસમાં નકકી કરેલી મર્યાદાથી વધારે રોકડ રકમનો ઉપયોગ થયો હતો. નિયમો અનુસાર પ્રોપર્ટીની ખરીદીમાં ૨૦,૦૦૦ રૂપિયાની વધારે રકમની રોકડમાં લેવડ-દેવડ ન થઇ શકે.

(11:38 am IST)