મુખ્ય સમાચાર
News of Wednesday, 24th April 2019

રૂની નિકાસ ચાલુ ગતિએ જ થશે કુલ નિકાસ ૪૫ લાખ ગાંસડી થશે

રૂની નિકાસ ચાલુ વર્ષે ૧૦ વર્ષનાં તળિયે પહોંચવાનો અંદાજ

મુંબઇ, તા.૨૪:  વૈશ્વિક બજારમાં અચાનક આવેલા બદલાવને કારણે ભારતીય રૂની નિકાસને ચાલુ વર્ષ દરમિયાન અસર પહોંચી શકે છે. રૂની જે રીતે અત્યાર સુધીમાં નિકાસ થઇ છે એ પ્રમાણે જો આગામી દિવસોમાં દાયકાનાં તળિય. પહોંચી શકે છે. તાજેતરમાં સંસ્થાઓ દ્વારા ૪૯ લાખ ગાંસડી રૂની નિકાસનાં અંદાજો મૂકયાં હતાં, પરંતુ નિકાસ તેના કરતાં પણ ઘટી શકે છે.

ટ્રેડ સાથે સંકળાયેલા જાણકારોનાં મતે ભારતની રૂની નિકાસ ચાલુ વર્ષ દરમિયાન ૪૫ લાખ ગાંસડી થાય તેવો અંદાજ છે જે ગત વર્ષની તુલનાએ ૩૫ ટકાનો ઘટાડો બતાવે છે. દેશમાં રૂનાં ભાવ માર્ચ મહિનાની શરૂઆતમાં ખાંડીનાં ભાવ ૪૧,૫૦૦ રૂપિયા હતા, જે હાલ વધીને ૪૭૦૦૦ રૂપિયા સુધી પહોંચી ગયાં છે.

ભારતનાં રૂનાં સૌથી મોટા બાયર દેશ એવા બાંગ્લાદેશ તાજેતરમાં ભારતનાં બદલે હવે બ્રાઝીલથી કવોલિટી સારી છે અને ભાવ પણ ભારત કરતાં નીચા હોવાથી આવું જોવા મળ્યું છે.

બાંગ્લાદેશ કોટન એસોસિએશનનાં પ્રમુખ મહેદી અલીએ જણાવ્યું હતું. કે ભારતી રૂના ભાવ ૯૩થી ૯૪ સેન્ટ પ્રતિ પાઉન્ડ છે, જેની તુલનાએ ભારત જેવી જ વેરાયટીનાં બ્રાઝીલમાં કોટનનાં ભાવ ૮૯ સેન્ટ ચાલે છે. આમ આટલો મોટો તફાવત હોવાથી બાયરો બ્રોઝીલથી રૂની ખરીદી કરી રહ્યા છે.

અલીવધુમાં કહ્યું કે બાંગ્લાદેશની રૂની કુલ આયાતમાં ભારતનો હિસ્સો ચાલુ વર્ષે ઘટીને ૪૦ ટકાએ પહોંચી શકે છે જે ગત વર્ષે ૪૬ ટકાએ હતો. વર્ષ ૨૦૧૭માં આ હિસ્સો ૫૧ ટકાનો હતો.

દેશમાંથી રૂનાં નિકાસકારોએ માર્ચ અંત સુધીમાં કુલ ૪૨થી ૪૩ લાખ ગાંસડીનાં સોદા કર્યા છે અને તેમાંથી ૩૬થી ૩૮ લાખ ગાંસડીની નિકાસ સંપન્ન થઇ ચુકી છે. ત્રણથી ચાર લાખ ગાંસડીનાં સોદાની વાતાચીત ચાલી રહી છે. રૂનાં લોકલ ભાવ ઊંચા હોવાથી નિકાસમાં પેરિટી બેસે તેમ નથી, જેને પગલે તમામ નિકાસ થાય તેવી પણ સંભાવનાં ઓછી છે.

(11:43 am IST)