મુખ્ય સમાચાર
News of Wednesday, 24th April 2019

મ્યાનમારના હપાકાંત ક્ષેત્રમાં ભૂસ્ખલન: 50થી વધુ લોકોનાં મોત થયાની આશંકા

ખાણમાં મડ ફિલ્ટર પોન્ડ ઢળી પડ્યો: બે ખાનગી કંપનીના 56 કર્મચારીઓ કાર્યરત હતા

 

મ્યાનમારમાં ઝેડ ખાણમાં ભૂસ્ખલન થતાં ખોદકામ કરતાં 50 લોકોનું મૃત્યુ થયાની આશંકા છે  ઘટના સોમવારે રાત્રે 11.30 વાગ્યે હપાકાંત પ્રાંતના મૉ વુન કલય ગામમાં થઈ હતી. અહીયાની એક જૂની ખાણમાં મડ ફિલ્ટર પોન્ડ ઢળી પડ્યો હતો, જેને કારણે ઘટના ઘટી હતી. ખાણમાં બે ખાનગી કંપનીઓનાં 54 જેટલાં કર્મચારીઓ કાર્યરત હતા.

જાણકારી મુજબ કોઈ પણ વ્યક્તિનાં બચવાની આશા નથી. અધિકારીઓને અત્યાર સુધીમાં 3 મૃતદેહ મળ્યા છે. ખાણમાં હાલમાં સર્ચ અને રેસક્યૂ અભિયાન શરૂ છે. હપાકાંત ક્ષેત્ર દેશની જેડ માઈનિંગ ઈન્ડસ્ટ્રીનું કેન્દ્ર છે. અને અહીયા દુનિયાના સૌથી સારી ગુણવત્તાના ઝેડનું ઉત્પાદન થાય છે. ઉલ્લેખનીય છેકે, મ્યાનમારમાં ભૂસ્ખલનની ઘટના વારંવાર થાય છે

(12:00 am IST)