મુખ્ય સમાચાર
News of Tuesday, 23rd April 2019

લોધિપુરમાં પ્રિયંકા ગાંધીએ અચાનક કાફલો રોકાવ્યો :ભરબપોરે સાયકલ પર પ્રચાર કરતા કાર્યકરને મળ્યા

દુલહન જેમ સજાવેલ સાયકલમાં કોંગ્રેસના ઝંડા :પવનને કારણે સાયકલ પડી જતા પ્રિયંકાએ ઉઠાવવામાં મદદ પણ કરી

 

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી ગૌરીગંજમાં કોંગ્રેસ કાર્યાલય પાસે એક કોંગ્રેસ કાર્યકર્તાને ભરબપોરે કોંગ્રેસનો પ્રચાર કરતો જોઈને ગાડી રોકાવી હતી. હાલમાં પ્રિયંકા ગાંધી માતા સોનિયા ગાંધી અને ભાઈ રાહુલ ગાંધી માટે પ્રચાર કરી રહી છે. પ્રિયંકાએ ભુયેમઉ ગેસ્ટહાઉસમાં કોંગ્રેસના કાર્યકરો સાથે બેઠક કર્યા બાદ બપોરે કાફલા સાથે અમેઠી માટે રવાના થયા હતા  ગૌરીગંજ જતા સમયે પ્રિયંકાનો કાફલો લોધીપુરમાં રસ્તામાં અચાનક ઉભો રહ્યો હતો.  અહીંયા પ્રિયંકાની મુલાકાત એક શખ્સ સાથે થઈ હતી.. અમેઠીમાં રહેતા એક વકીલ અહમદે પોતાની સાઈકલને દુલ્હનની જેમ સજાવી હતી. સાઈકલમાં ચારેય તરફ કોંગ્રેસનાં ઝંડા લગાવેલાં હતા.  

    પ્રિયંકાએ રસ્તા પર શખ્સ સાથે વાતચીત કરી હતી. દરમ્યાન જોરદાર પવન ફૂંકાતા વકીલની સાઈકલ પડી ગઈ હતી. જેને ઉઠાવવામાં પ્રિયંકાએ વકીલની મદદ કરી હતી. પ્રિયંકાની સાથે આવેલાં લોકોએ વકીલનો નંબર લીધો અને કોંગ્રેસ કાર્યાલય આવીને પ્રિયંકાને મળવા માટે કહ્યુ હતુ. મીડિયા સાથે વાતચીત કરતાં પ્રિયંકાએ કહ્યુ હતુ કે, લોકો મોદી સરકારથી નારાજ દેખાઈ રહ્યા છે. જેનું પરિણામ ચૂંટણીમાં જોવા મળશે.

(12:33 am IST)