મુખ્ય સમાચાર
News of Wednesday, 24th April 2019

ઇરાન સામે કાર્યવાહી વચ્ચે તેલ કિંમતોમાં વધારો થયો

બ્રેન્ટ ક્રૂડની કિંમત વધીને ૭૪.૭૦ સુધી પહોંચ્યો : સોમવારના દિવસે બે ડોલર વધારો થયા બાદ વધુ વધારો

મુંબઈ, તા. ૨૩ : વિશ્વમાં ક્રૂડ ઓઇલની કિંમતમાં સતત વધારો થઇ રહ્યો છે. એનર્જીના શેરમાં પણ વધારો થઇ રહ્યો છે. ક્રૂડ ફ્યુચરમાં સોમવારના દિવસે ઉલ્લેખનીય વધારો થયો હતો. બ્રેન્ટ નોર્થ સી ક્રૂડની કિંમત આજે મંગળવારના દિવસે બેરલદીઠ ૭૪.૭૦ ડોલર સુધી પહોંચી ગઈ હતી જે નવેમ્બર બાદથી સૌથી ઉંચી સપાટી છે. છ મહિના ઉંચી સપાટી પણ જોવા મળી રહી છે. વિશ્વમાં તેલની કિંમતો પણ સતત વધી રહી છે. બ્રેન્ટ ક્રૂડની કિંમતમાં સોમવારના દિવસે બે ડોલરનો વધારો થયા બાદ તેમાં વધુ વધારો થવાના સંકેત દેખાઈ રહ્યા છે. અમેરિકા દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, જુદા જુદા દેશો ઉપર લાદવામાં આવેલા પગલા માફીને દૂર કરી લેવામાં આવશે. ઇરાન પાસેથી તેલની નિકાસને લઇને અમેરિકાના એકપક્ષીય નિયંત્રણોમાંથી જે દેશોને મુક્તિ આપવામાં આવી છે તે મુક્તિને હવે પરત ખેંચી લેશે. આ દેશોમાં ભારત, ચીન, તુર્કી, જાપાન, દક્ષિણ કોરિયા, તાઇવાન, ઇટાલી અને ગ્રીસનો સમાવેશ થાય છે. આ દેશો ઇરાનપાસેથી તેલની ખરીદી જારી રાખી શકશે  નહીં. ઇરાનમાં દરરોજનું તેલ ઉત્પાદન ૧.૩ મિલિયન બેરલ સુધી પહોંચી ગયો છે.

(12:00 am IST)