મુખ્ય સમાચાર
News of Wednesday, 24th April 2019

ચોકીદાર ચોર હૈ

રાહુલ ગાંધીના જવાબથી સુપ્રીમ કોર્ટ સંતુષ્ટ ન થતાં નોટિસ

ચોકીદાર ચોર હૈના મુદ્દે તકલીફ અકબંધ રહેશે : ચૂંટણીના પ્રચારમાં પણ રાહુલ ગાંધીને સાવચેતી રાખવી પડશે

નવીદિલ્હી, તા. ૨૩ : રાહુલ ગાંધીની મુશ્કેલી રાફેલ ડિલના મામલે કરવામાં આવેલા ચુકાદાને લઇને વધી રહી છે. સુપ્રીમ કોર્ટ રાહુલ ગાંધીના જવાબથી સંતુષ્ટ નથી જેના પરિણામ સ્વરુપે હવે નોટિસ ફટકારવામાં આવી છે. હવે આ મામલાની સુનાવણી થશે. એક રાષ્ટ્રીય પાર્ટીના લીડર તરીકે રાહુલ ગાંધીએ કરેલા નિવેદનથી તેમની પાર્ટીની પ્રતિષ્ઠાને પણ ફટકો પડી શકે છે. રાહુલ ગાંધી ચોકીદાર ચોર હૈને લઇને વારંવાર જાહેરસભામાં આક્રમક નિવેદન કરી રહ્યા હતા પરંતુ હવે રાહુલ ગાંધીની મુશ્કેલી વધી ગઈ છે. ભાજપના વરિષ્ઠ નેતા દ્વારા દાખળ કરવામાં આવેલા કેસના સંદર્ભમાં રાહુલ ગાંધીને આગામી દિવસોમાં પણ કાયદાકીય સકંજાનો સામનો કરવો પડશે. રિવ્યુ પિટિશન પર સુનાવણી વેળા સુપ્રીમ કોર્ટે મામલામાં સુનાવણી કરવાની તૈયારી દર્શાવી હતી. નવા પુરાવા આવ્યા બાદ સુપ્રીમ કોર્ટે કેસમાં આગળ વધવા સંકેત આપ્યો હતો. સુપ્રીમના ચુકાદા બાદ રાહુલ ગાંધીએ તરત જ નિવેદન કરતા કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે પણ હવે કબૂલાત કરી લીધી છે કે ચોકીદાર ચોર હૈ. રાહુલના આ પ્રકારના નિવેદન બાદ હોબાળો મચી ગયો હતો અને ભાજપના લોકોએ આની નોંધ લીધી હતી.

(12:00 am IST)