મુખ્ય સમાચાર
News of Wednesday, 24th April 2019

અમદાવાદમાં મતદાન સમયે પોસ્ટર-બેનર મુકાતા કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચમાં ફરિયાદ

નવી દિલ્હી: દેશમાં સાત તબક્કામાં લોકસભાની ચૂંટણી થઈ રહી છે. આજે ત્રીજા તબક્કાનું મતદાન છે. સવારે સાત વાગ્યાથી મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જે સાંજે 6 વાગ્યા સુધી  ચાલશે. જેમાં 15 રાજ્યોની 117 બેઠકો પર મતદાન યોજાઈ રહ્યું છે. આ રાજ્યોમાં ગુજરાત, કેરળ, ગોવા, કર્ણાટક, છત્તીસગઢ, આસામ, દાદરા નાગરહવેલી, દમણ અને દીવની લોકસભા બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો માટે મતદાન છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગૃહ રાજ્ય હોવાના કારણે ભાજપ તમામ બેઠકો પર જીત મેળવવાની આશા રાખીને બેઠો છે. જ્યારે કોંગ્રેસ તેના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલ પર મદાર રાખીને બેઠી છે. અલ્પેશ ઠાકોરે હમણા જ કોંગ્રેસ છોડી જ્યારે વિધાનસભા ચૂંટણીમાં પ્રદેશમાં કોંગ્રેસની પક્કડ મજબૂત કરવામાં મદદ કરનાર જિજ્ઞેશ મેવાણી આ વખતે ચૂંટણી રેસમાં છે જ નહીં. રાજ્યોમાં મતદારોના મનમાં શું છે તે તો 23મી મેના રોજ પરિણામ જાહેર થશે ત્યારે જ ખબર પડશે.

કોંગ્રેસે કરી ચૂંટણી પંચમાં ફરિયાદ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાણીપ મતદાન સમયે મુકવામાં આવેલા પોસ્ટર અને બેનર સામે કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેને લઈને ચૂંટણી પંચે અમદાવાદ કલેક્ટર પાસે માંગ્યો રિપોર્ટ માગ્યો છે. કોંગ્રેસે 25થી વધુ આચાર સંહિતા ભંગની ફરિયાદ કરી છે.

(12:00 am IST)