મુખ્ય સમાચાર
News of Tuesday, 24th April 2018

જમ્મુ -કાશ્મીરના ત્રાલ વનક્ષેત્રમાં સુરક્ષાદળો-આતંકીઓ વચ્ચે અથડામણ: ચાર આતંકીઓ ઠાર :બે જવાન શહીદ

માર્યા ગયેલા ચારેય આતંકવાદી જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા

 

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના ત્રાલ વન ક્ષેત્રમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણમાં ચાર આતંકવાદીઓ ઠાર થયા છે અને બે જવાન શહીદ થયા છે શહીદ શુરક્ષાકર્મિઓમાં સેનાનો એક જવાન અને રાજ્યનો એક પોલીસકર્મિ સામેલ છે. પોલીસે જણાવ્યા પ્રમાણે માર્યા ગયેલા ચારેય આતંકવાદી જૈશ--મોહમ્મદ સાથે જોડાયેલા હતા

   મળતી વિગત મુજબ ત્રાલના વનક્ષેત્ર લામમાં આતંકવાદીઓએ છુપાયેલા હોવાની જાણકારી મળ્યા બાદ રાષ્ટ્રીય રાઇફલ્સ (આરઆર), રાજ્ય પોલીસ અને કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (સીઆરપીએફ) સહિત સુરક્ષાદળોએ સંયુક્ત રૂપથી એક ઓપરેશન ચલાવ્યું હતું.42 રાષ્ટ્રીય રાઈફ્લસના સિપાહી અજય કુમાર એનકાઉન્ટરમાં ઈજાગ્રસ્ત થયા, તેમણે બાદમાં અહીં બાદામી બાગ સૈન્ય ક્ષેત્રમાં સેનાના 92 બેઝ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. એનકાઉન્ટરમાં ઈજાગ્રસ્ત જમ્મુ-કાશ્મીર પોલીસના લતીફ ગોજરીએ પણ બાદમાં દમ તોડી દીધો હતો

   સુરક્ષાદળોએ દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના ત્રાલ વિસ્તારમાં એક ઓપરેશન શરૂ કર્યું હતું. ઓપરેશન દરમિયાન સેના જ્યારે લામ ગાઓના જંગલોની પાસે પહોંચી તો છુપાયેલા આતંકીઓએ તેમના પર ફાયરિંગ શરૂ કરી દીધું. બાદમાં કેટલાક આતંકીઓ ભાગી ગયા પરંતુ કલાકોના ઓપરેશન બાદ સુરક્ષાદળોએ આતંકીઓને ઘેરી લીધા. બીજા આતંકીઓને શોધવા માટે ઓપરેશન ચાલું છે

(11:19 pm IST)