મુખ્ય સમાચાર
News of Tuesday, 24th April 2018

સેક્સ રેકેટ કેસમાં અમેરિકન અભિનેત્રી એલિસન મૈકની જામીન ઉપર પ્રતિબંધ

 

જાણીતી અમેરિકન અભિનેત્રી એલિસન મૈકની જામીન ઉપર પ્રતિબંધ લગાવ્યો છે પોલીસે સેકસ ટ્રાફિકિંગના આરોપસર તેણીની ધરપકડ કરી છે. એલિસન પર છોકરીઓને બળજબરીથી ધંધામાં ધકેલવાનો સંગીન આરોપ છે.એલિસન દ્વારા છોકરીઓ પર બળજબરીથી સંબંધ બાંધવા પર દબાણ કરવાનો આરોપ છે ગુનામાં સોસાયટીનો સંચાલક કીથ રેનાયરની પણ પોલીસે પહેલાથી ધરપકડ કરી છે.

   એલિસન ડબલ્યૂબી ટેલિવિઝન સીરીઝ સ્મોલવિલેથી પ્રચલિત હતી. એલિસને મોટા ભાગે વેબ સીરીઝમાં કામ કર્યુ છે જેમા તેને ખુબ બોલ્ડ સીન આપ્યા હતા. ત્યાં આરોપોનાં કારણે એક્ટ્રેસ પર બ્રુકલીનની સંદીય અદાલતમાં સૂનાવણી કરવામા આવી રહી છે.

   એલિસન પર લાગેલા અપરાધને જોતા જજે તેમને છોડી દેવા પર પણ રોક લગાવી દીધી છે, 27 વર્ષિય રેનાયર ગેંગનો મોટો માફીયા છે જે ગત મહિવે સેક્સ ટ્રાફિકિંગમાં ઝડપાઇ ગયો છે.

   એલિસન વકીલનું નિવેદન પણ સામે આવ્યું છે,તેને કહ્યું કે, એલિસન પર આરોપ લગાવ્યો છે પરંતુ સિદ્ધ નથી થયુ, અહિંયા સુધી કે પોલીસ પાસે પણ હજુ તેના વિરૂદ્ધ કોઇ પૂરાવા નથી મળ્યા, જેમા તેમને દોષિ કરાર કરવામાં આવે.

(10:21 pm IST)