મુખ્ય સમાચાર
News of Tuesday, 24th April 2018

કઠુઆના ગેંગરેપ-હત્યાના આરોપીની જમીન અરજી ફગાવાઈ

 

નવી દિલ્હી : કઠુઆના રસાનામાં સગીર સાથે રેપ અને હત્યાના મામલે મુખ્ય ન્યાયિક મેજીસ્ટ્રેટટે  કથિત સગીર આરોપીની જમીન અરજી ફગાવી છે.બીજી તરફ મેડિકલ રિપોર્ટ રજૂ કરવાની આનાકાની બાદ ક્રાઇમ બ્રાન્ચે બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયા, જમ્મુ-કાશ્મીર હાઇકાર્ટ બાર એસોશિએશન અને સિવીલ સોસાયટીના દબાવમાં ત્રીજી ચાર્જશીટ રજૂ કરવી પડી ક્રાઇમ બ્રાન્ચની ત્રીજી ચાર્જશીટમાં જણાવવામાં આવ્યું કે, બાળકી સાથે રેપની કલમો સામેલ કરવામાં આવી છે.

   મેડિકલ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે, બાળકી સાથે બળાત્કાર થયો છે. તેની સાથે શારીરિક ચેડાં કરાયા છે. બાળકીને બંધક બનાવી રાખવામાં આવી અને તેનું મોતનું કારણ ભૂખ્યા રહેવાથી હૃદયની ગતિ રોકવાના કારણે થયું છે

(10:18 pm IST)