મુખ્ય સમાચાર
News of Tuesday, 24th April 2018

અમેરિકામાં આ વર્ષે યોજાનારી કોંગ્રેસની ચૂંટણીમાં ૨૦ ઇન્‍ડિયન અમેરિકન ઉમેદવારો રેસમાં: તમામ ૨૦ ઉમેદવારોનું મળીને કુલ ૧૫.૫ મિલીયન ડોલર જેટલું ચૂંટણી ફંડ ભેગુ થઇ ગયું: વર્તમાન કોંગ્રેસમેન શ્રી રાજા ક્રિશ્નામુર્થી ૩.૫ મિલીયન ડોલરના ચૂંટણી ફંડ સાથે અગ્રક્રમે

વોશીંગ્‍ટનઃ અમેરિકામાં આ વર્ષે યોજાનારી કોંગ્રેસની ચૂંટણીમાં ૨૦ ઇન્‍ડિયન અમેરિકન ઉમેદવારોએ ઝુકાવ્‍યુ છે એટલું જ નહિં આ તમામ ૨૦ ઉમેદવારોએ ચૂંટણી કમ્‍પેનમાં કુલ ૧૫.૫ મિલીયન ડોલર ભેગા કરી લીધા છે. જે પૈકી ૭ ઉમેદવારો એવા છે જેમણે ૧ મિલીયન ડોલર ઉપરાંતનું ચૂંટણી ફંડ ભેગુ કરી લીધુ છે સૌથી વધુ ચૂંટણી ફંડ મેળવી શકનાર ઇન્‍ડિયન અમેરિકન ઉમેદવારોમાં વર્તમાન કોંગ્રેસમેન શ્રી રાજા ક્રિશ્નામુર્થી છે. જેમણે ૩.૫ મિલીયન ડોલરનું ચૂંટણી ફંડ ભેગુ કર્યુ છે. ઉપરાંત વર્તમાન અન્‍ય ૩ કોંગ્રેસમેન શ્રી રોખન્‍ના, ડો.એમી બેરા તથા સુશ્રી પ્રમિલા જયપાલ ૧ મિલીયન ડોલર ઉપરનું ફંડ ભેગુ કરી શકાય છે.

આ ૪ વર્તમાન ઇન્‍ડિયન અમેરિકન કોંગ્રેસમેન ઉપરાંત ચૂંટણી લડી રહેલા અન્‍ય ઇન્‍ડિયન અમેરિકન ઉમેદવારોમાં સુશ્રી હિરલ ટિપિરનેની, સુશ્રી અરૂણા મિલ્લર, સુશ્રી અનિતા મલિક, સુશ્રી સાઇરા રાવ, શ્રી અફતાબ પુરેઆ, શ્રી સુરજ પટેલ, શ્રી ઓમાર વૈદ, શ્રી મોહન રાધાક્રિશ્નન, શ્રી પિટર જેકોબ, શ્રી ગૌતમ યુ જોઇસ, શ્રી પ્રેસ્‍ટોન કુલકર્ણી, શ્રી અભિજીત દાસ, શ્રી ચિંતન દેસાઇ, શ્રી દિગાનકર તથા શ્રી હેરી અરોરા,નો સમાવેશ થાય છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(10:00 pm IST)