મુખ્ય સમાચાર
News of Tuesday, 24th April 2018

આ નિરક્ષર 17 ભાષાઓને ઊંઘી લખે છે :માલિકે મહેણુંમાર્યું અને બલરામપુરનો રામ કૃપાલ બાજીગર બન્યો !

પિતાના મૃત્યુ પછી મજૂરી કરવા માટે મજબૂર થયેલની બાજીગરી જોઈએ લોકો આશ્ચર્યચકિત

નવી દિલ્હી :નિરક્ષર માણસમાં પણ અદભુત કૌશલ્યના દર્શન થતા હોય છે તેવામાં નિરક્ષરતાના ભારે એક વ્યક્તિને ઊંધી ભાષા લખવામાં બાજીગર બનાવી દીધો છે. મહાશય 17 ભાષાઓને ઊંઘી લખી શકે છે. તેમની બાજીગરીને જોઇને લોકો પણ આશ્ચર્યમાં મુકાઇ જાય છે.બલરામપુરના બાજીગર રામ કૃપાલ પિતાના મૃત્યુ પછી મજૂરી કરવા માટે મજબૂર થયા હતા.દેખાવમાં રામકૃપાલ સાધારણ વ્યક્તિ છે પરંતુ વાસ્તવમાં તે ઊંધા શબ્દોના બાજીગર છે. ઊંધા શબ્દોમાં લખવામાં તેમણે મહારથ મેળવી લીધી છે. તેઓ એક બે નહીં પરંતુ 17 ભાષાઓ ઊંધી લખી શકે છે
  રામકૃપાલના પિતાનું નિધન થયું ત્યારે તે આઠમાં ધોરણમાં અભ્યાસ કરતા હતા. પરિવારના ભારણને રામકૃપાલને મજૂરી કરવા માટે મજબૂર કરી દીધો હતો. રામકૃપાલે કાનપુરની એક સંસ્થામાં કામ કરવાનું શરૂ કર્યું. એક દિવસ પોતાના મિત્રના લગ્નમાં ટાઇ પહેરાવા ઉપર તેના માલિકે મ્હેણું માર્યું. બસ મ્હેણું તેમના મનમાં ઘર કરી ગયું.

   રામકૃપાલે મજૂરી છોડીને રેડિયો મિકેનિકનું કામ શરૂ કરી દીધું. પરિવારનું ગુજરાન કરવાની સાથે તેમણે ફરીથી અભ્યાસ શરૂ કરી દીધો. પોતાની મહેનતથી રામકૃપાલે એલએલબી સુધી અભ્યાસ કર્યો છે. તેમણે પોતે ટાઇ પહેરી શકે એટલી લાયતા મેળવી. રામકૃપાલને અભણ હોવાનું મ્હેણું મળ્યું હતું. જોકે, મ્હેણાથી દુઃખી થઇને રામકૃપાલે વિસ્તારમાં શિક્ષણને ફેલાવવા માટે યોજના બનાવી છે. તેમના કામમાંથી નવરાસ મળતી ત્યારે તે સ્કૂલમાં જતા અને ભણવા માટે પ્રેરણા આપતા હતા.

   શરૂઆતમાં રામકૃપાલના કામને કોઇ મહત્વ ન્હોતું આપતું. એનાથી દુઃખી થઇને રામકૃપાલે શબ્દોને ઊંધા લખવાનું નક્કી કર્યું. જોત જોતામાં રામકૃપાલ 17 ભાષાઓ ઝડપથી ઊંધી લખવા લાગ્યા. રામકૃપાલની કળાને જોઇને લોકો તેમને મહત્વ આપવા લાગ્યા. કલાથી બધી બાજુથી તેમને પ્રશંસા મળવા લાગી. અનેક જગ્યાએ તેમને સંમ્માનિત કરવામાં આવ્યા.

(8:51 pm IST)