મુખ્ય સમાચાર
News of Tuesday, 24th April 2018

ઉત્તર પ્રદેશમાં ફરી વખત ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા અસામાજિક તત્વોઅે ખંડિત કરીઃ જો કે તંત્રઅે તાબડતોબ પ્રતિમાને પ્રસ્‍થાપિત કરી દેતા મામલો થાળે

ઇતવાહઃ ઉત્તર પ્રદેશમાં અસામાજિક તત્વોઅે ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરતા તંત્ર હરકતમાં આવી ગયુ હતું અને તાબડતોબ પ્રતિમા પ્રસ્‍થાપિત કરતા મામલો થાળે પડી ગયો હતો.

આ ઘટના ઉત્તર પ્રદેશના ઇતવાહ જિલ્લાના વ્યાસપુર ગામમાં બની હતી. ઇતવાહ પોલિસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઇ તાત્કાલિક નવી પ્રતિમા સ્થાપિત કરી હતી.

બકેવાર પોલિસ સ્ટેશનના સ્ટેશન ઓફિસર એ. કે રાઇએ જણાવ્યું કે, કેટલાક અસામાજિક તત્વોએ સોમવારે રાત્રે ડો. આંબેડકરની પ્રતિમાને તોડી પાડી હતી. પોલિસ અને સ્થાનિક વહીવટી તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યુ હતુ અને આ ખંડિત પ્રતિમાની જગ્યાએ નવી પ્રતિમા સ્થાપિત કરી હતી. અમે ઘટનાની ગંભીરતા સમજતા હતા અને કોઇ પણ પ્રકારનો ચાન્સ લેવા માગતા નહોતા. અમે આ મામલે ગુનો પણ દાખલ કર્યો છે.

આ પહેલા સમગ્ર ઉત્તર પ્રદેશમાં ડો. આંબેડકરની પ્રતિમાઓને નિશાન બનાવવામાં આવી હતી અને દલિતાઓમાં ખુબ આક્રોષ ફેલાયો છે.

(7:43 pm IST)