મુખ્ય સમાચાર
News of Tuesday, 24th April 2018

હવે નોકરી શોધવી વધુ સરળઃ ગુગલ દ્વારા ભારતમાં જોબ સર્ચ ફીચર લોન્ચ કરાયું

નવી દિલ્‍હીઃ ભારતમાં ગુગલ દ્વારા જોબ સર્ચ ફીચર લોન્ચ કરાયું છે, જેના થકી ભારતીય યુઝરને નોકરી શોધવામાં સરળતા રહેશે. ગૂગલ જોબ સર્ચની મદદથી તમારે માત્ર ગૂગલ એપ કે ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં ઈચ્છા મુજબની જોબ શોધવાની છે અને પછી તમારી સામે એક લિસ્ટ આવી જશે.

જોબ સર્ચમાં પૂછેલી જોબ અંગેની સંપૂર્ણ માહિતી હશે. સાથે જો તમારી પાસે સમય ન હોય તો તમે જોબ સેવ કરી શકો છો અને બાદમાં અપ્લાય કરી શકો છો. Google Job Searchની સૌથી મોટી ખાસિયત એ છે તમને લોકેશન બેસ્ડ રિઝલ્ટ મળશે. જોબ સર્ચ કરવા પર તમને 3 કેટેગરી મળશે- જોબ, સેવ્ડ અને અલર્ટ.

અલર્ટમાં તમને તમારા સર્ચના આધારે નોટિફિકેશન મળશે. ગૂગલ જોબ સર્ચમાં છેલ્લો દિવસ, છેલ્લા 3 દિવસ, છેલ્લું અઠવાડિયું અને છેલ્લા મહિના સુધીની જોબ વેકેન્સી અંગે માહિતી મળશે. આ સિવાય તમને ઈંડસ્ટ્રી બેસ્ડ અને તમારી આસપાસ થતી ભરતીઓની પણ માહિતી મળશે.

મહત્વનું છે કે ગયા વર્ષે જ ગૂગલે ભારતમાં જોબ સર્ચ ફીચર લોંચ કરવાની જાણકારી આપી હતી. ગૂગલે આ અંગેની જાહેરાત વાર્ષિક ડેવલપર કોન્ફરંસમાં કરી હતી. આમાં લોકેશન, સ્કીલ, એમ્પ્લોયર અને જોબ પોસ્ટિંગની તારીખ જેવા ઘણાં ફિલ્ટર્સ છે, જેના આધારે રિઝલ્ટ મળશે. આ સિવાય ગૂગલ એમ્પોલયર કંપનીને રેટિંગ પણ આપશે.

(6:04 pm IST)