મુખ્ય સમાચાર
News of Tuesday, 24th April 2018

SCOમાં સુષ્માએ પાકિસ્તાનને ખંખેર્યું

આતંકવાદ જીવન, શાંતિ અને સમૃધ્ધિ જેવા મૂળ માનવાધિકારોનો દુશ્મન

બેજિંગ તા. ૨૪ : ચીનના શાંઘાઈમાં શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઈઝેશનના રક્ષા તેમજ વિદેશપ્રધાનોની બેઠકમાં વિદેશપ્રધાન સુષમા સ્વરાજે જણાવ્યું કે આતંકવાદ એ જીવન, શાંતી અને સમૃદ્ઘિ જેવા મૂળ માનવાધિકારોનો દુશ્મન છે. સંરક્ષણપ્રધાન નિર્મલા સીતારમન અને વિદેશપ્રધાન સુષમા સ્વરાજ આ બેઠકમાં ભાગ લઈ રહ્યા છે. તેમણે જણાવ્યું કે સંરક્ષણવાદના તમામ રૂપોને ફગાવી દેવા જોઈએ.

SCOની સંરક્ષણ અને વિદેશપ્રધાનોની બેઠક એક જ સમયે યોજાઈ રહી છે. નિર્મલા સીતારમન ગઈકાલે રાત્રે ચીન પહોંચ્યા હતા. સંરક્ષણપ્રધાનો અને વિદેશપ્રધાનોની બેઠક જૂનમાં કિંગદાઓ શહેરમાં થનારા એસસીઓ શિખર સમ્મેલનની તૈયારીઓ અંતર્ગત થઈ રહી છે.

જૂન મહિનામાં થનારા શિખર સમ્મેલનમાં વડાપ્રધાન મોદી પણ ભાગ લે તેવી શકયતાઓ છે. ભારત અને પાકિસ્તાન ગત વર્ષે જ આના સભ્ય બન્યા છે અને ત્યારબાદ શીર્ષ પ્રધાન સ્તરની આ પ્રથમ બેઠકો છે. આજરોજ થઈ રહેલી બેઠકોમાં ક્ષેત્રીય સુરક્ષા અને આતંકવાદ સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા થવાની અને એસસીઓ શિખર સમ્મેલનનો એજન્ડા નક્કી થવાની આશા છે.

(5:07 pm IST)