મુખ્ય સમાચાર
News of Tuesday, 24th April 2018

ગાંધીજીના સપનાઓ સાકાર કરવાનો અવસરઃ મોદી

રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ પર દેશની ૨.૪૪ લાખ પંચાયતોને સંબોધન

નવી દિલ્હી તા. ૨૪ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ પર દેશની ૨.૪૪ લાખ પંચાયતોને સંબોધન કર્યું હતું. સાથે જ મોદીએ આદિવાસી વિકાસ પંચવર્ષીય યોજનાની પણ જાહેરાત કરી હતી. આ કાર્યક્રમમાં મધ્ય પ્રદેશના રાજયપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ હાજર રહ્યા હતા. આ પ્રસંગે આપેલા ભાષણાં મોદીએ કહ્યું હતું કે, મહાત્મા ગાંધીનું સપનું સાકાર કરવાનો આ અવસર છે. તેમના ભાષણ દરમિયાન મોદી મોદીના નારા પણ લાગ્યા હતા.

મોદીએ નર્મદાને પ્રણામ કરીને સ્થાનિક ભાષામાં ભાષણ આપવાની શરૂઆત કરી હતી. મોદીએ કહ્યું હતું કે, 'મા નર્મદા આપણને જીવન, અન્ન અને સમૃદ્ઘિ આપી. હું તેમને વારંવાર પ્રમાણ કરું છું. સાથે જ મોદીએ કહ્યું હતું આ અવસર રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીના સપનાઓને સાકાર કરવાનો છે.'

મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, 'મારા જે પણ ભાઈ-બહેનને પંચાયત દ્વારા ગામની સેવા કરવાનો મોકો મળ્યો છે, એમણે કંઈક એવું કરવું જોઈએ જેને લોકો વર્ષો સુધી યાદ રાખે.'  સંસાધનનો યોગ્ય ઉપયોગ કેવી રીતે થાય, કોના માટે થાય, કેટલો થાય તે અંગે પારદર્શકતા હોવી જોઈએ. કયારેય પણ વિકાસ માટે પૈસાની ઘટ નથી પડી. આપણે ઇમાનદારીથી કામ કરવું જોઈએ.  પંચાયત દ્વારા આપણી અંદર સેવાને મજબૂત કરવાનો સંકલ્પ હોવો જોઈએ. સ્વાસ્થ્યની સેવાઓનો લાભ દરેકને મળવો જોઈએ.

 પાંચ  વર્ષમાં એવું કામ કરો કે કોઈ બાળક સ્કૂલ જવાથી વંચિત ન રહે. જયારે એ ભણી ગણીને મોટું થશે ત્યારે તે કહેશે કે અમારા ગામના આગેવાને મને સ્કૂલે મોકલીને મારું જીવન સુધારી દીધું છે. જનપ્રતિનિધિઓ લોકોના સેવક હોય છે, તેઓ સરકારના સેવક નથી. આપણે આપણું ધ્યાન અને શકિત જનતાના કલ્યાણ માટે, તેમની સેવાના કાર્યો માટે કેન્દ્રીત કરવું જોઈએ.

આદિવાસી વિકાસ પંચવર્ષીય યોજનાઆ યોજના અતંર્ગત આગામી પાંચ વર્ષમાં આદિવાસીઓના વિકાસ માટે કેન્દ્ર સરકાર તરફથી બે લાખ કરોડ રૂપિયા મળશે. વડાપ્રધાનની જાહેરાત બાદ હવે રાજય સરકાર તેનું આયોજન કરીને કેન્દ્ર સરકારને મોકલશે.

(5:00 pm IST)