મુખ્ય સમાચાર
News of Tuesday, 24th April 2018

ચીફ જસ્ટીસ દિપક મિશ્રાની નિવૃતી પહેલા બીજેપી રામજન્મ ભુમી કેસ નીપટાવવાની વેતરણમાં

ચીફ જસ્ટીસ સામેની મહાભિયોગ દરખાસ્ત વૈંકયાનાયડુએ ફગાવીઃ આ મુદ્દો ખોરંભે પાડવાની વિપક્ષોની ચાલ હોવાનો આક્ષેપ

નવી દિલ્હી, તા., ર૪: રાજયસભાના ચેરમેન એમ.વૈકયાનાયડુએ ચીફ જસ્ટીસ દિપક મિશ્રા સામેની મહાભિયોગ દરખાસ્ત ફગાવી દેતા અયોધ્યાના મુખ્ય મામલાની સુનાવણીના મુદ્દે ઉદભવેલી દ્વિધાનો અંત આવી ગયો છે.

રામજન્મ ભુમીની તરફેણમાં જો ચુકાદો આવે તો ર૦૧૯ની લોકસભા ચુંટણીમાં ભાજપને મોટો ફાયદો થઇ શકે. આ વચ્ચે પાર્ટી વિરૂધ્ધમાં ચુકાદો ન આવે તેવું ઇચ્છતી હોય તેમ માની શકાય છે. ઇમ્પીચમેન્ટ મોશન (આરોપનામુ) રાજકારણ પ્રેરીત હોવાની અને રામજન્મ ભુમી કેસને કેન્દ્રમાં રાખી લાવવામાં આવ્યાનું માનવામાં આવે છે. હવે ચીફ જસ્ટીસ પાસે બીજો કોઇ બચાવ નથી. ઓકટોબર ર જીના તેઓ નિવૃત થાય તે પહેલા ચુકાદો આવી જાય તે માટે બીજેપી પાસે કારણો છે. માટે વિપક્ષોએ મહાભિયોગ દરખાસ્ત માટે સહીઓ એકઠી કરવાનું બજેટ સેશનમાં શરૂ કર્યુ હતું.

વિતમંત્રી અરૂણ જેટલીએ જસ્ટીસ લોયાના મૃત્યુના મામલે બદલો લેવા માટે પીટીશન દાખલ કરી હતી. ચીફ જસ્ટીસ દિપક મિશ્રાએ લોયાના મૃત્યુના મામલે તપાસ નકારી કાઢી હતી. જે ઝડપે નાયડુએ મહાભિયોગ નોટીસને ફગાવી દીધી તેનાથી વિપક્ષો પણ આશ્ચર્યમાં પડી ગયા છે. હવે તેઓ આ મુદ્દે કાયદાવિદો પાસેથી અભિપ્રાય મેળવી રહયા છે તેવું ટાઇમ્સ ગૃપના રાકેશ મોહન ચતુર્વેદીના અહેવાલમાં જણાવાયું છે.

(4:40 pm IST)