મુખ્ય સમાચાર
News of Tuesday, 24th April 2018

વિવાદના એંધાણઃ મોદી બાદ હરીશ રાવત કેદારનાથ પહોંચશે

કોંગ્રેસના નેતા રાવત કહે છે કે, કપાટ ખુલવાના પ્રસંગ બાદ હું પણ દર્શને જઇશ અને જોઇશ કે મોદીજીએ એવું શું કર્યુ છે, જે અમે નથી કર્યુ?

નવી દિલ્હી, તા૨૪: કરોડો હિન્દુઓના આસ્થાના ધામ કેદારનાથના કપાટ તા. ૨૯ના દિને ખુલશે આ પ્રસંગે વડા પ્રધાન અને ભાજપી મુખ્યમંત્રીઓ દર્શન કરનાર છે. આ કાર્યક્રમમાં કોંગ્રેસના નેતા હરીશ રાવત વિવાદ સર્જે તેવા એંધાણ મળી રહ્યા છે. ઉતરાખંડના પુર્વ મુખ્યમંત્રી હરીશ રાવતે ફેસબુક પર લખ્યું છેકે, મને તા. ૨૯ના કેદારનાથ જવાની ઇચ્છા થાય છે, પણ વિવાદ થવાના કારણે હું એમ ન કરવા વિચારુ છું.

શ્રી રાવતે જણાવ્યું હતું કે, હું તા. ૮ના રોજ કેદારનાથ જવા વિચારુ છું. દર્શન કરીને જોઇશ કે, અહીં મોદીજીએ એવું શું નવું કર્યુ છે કે, જે અમે નથી કર્યુ? મને મોદીજીના કેદારનાથ ત્રણ વખત આવવામાં માત્ર રાજનિતી દેખાઇ રહી છે.

સૂત્રો કહે છે કે, રાવત ૨૯મીએ મોદીજીના કાફલા વખતે જ કેદારનાથ પહોંચેતો મોટો વિવાદ થઇ શકે છે.

(4:39 pm IST)