મુખ્ય સમાચાર
News of Tuesday, 24th April 2018

ફિલ્મ ઇન્ડ્રસ્ટ્રીઝ રેપ કરીને છોડી નથી દેતો,રોજગારી આપે છે : કોરિયોગ્રાફર સરોજખાનનું વિવાદી નિવેદન

કાસ્ટિંગ કાઉચ કોઈ નવી વાત નથી. બાબા આદમના જમાનાથી આ ચાલ્યું આવે છે

મુંબઈ : બોલીવુડના જાણીતા કોરિયોગ્રાફર સરોજખાને કાસ્ટિંગ કાઉચ અને રેપ વિષે વિવાદી નિવેદન કર્યું છે બોલિવુડથી લઈને ટોલીવુડની અભિનેત્રીઓ ફિલ્મ જગતમાં થતાં કાસ્ટિંગ કાઉચ અંગે અવાજ ઉઠાવી રહી છે અને નવા નવા ખુલાસા કરી રહી છે ત્યારે જાણીતી કોરિયોગ્રાફર સરોજ ખાને કહ્યું કે, કાસ્ટિંગ કાઉચ કોઈ નવી વાત નથી. બાબા આદમના જમાનાથી આ ચાલ્યું આવે છે.

  સરોજ ખાને કહ્યું કે, “દરેક છોકરી ઉપર કોઈને કોઈ હાથ સાફ કરવાની કોશિશ કરે છે. સરકારના લોકો પણ કરે છે તો લોકો ફક્ત ફિલ્મ ઈંડસ્ટ્રીની પાછળ કેમ પડ્યા છો? ફિલ્મ જગત રેપ કરીને છોડી નથી દેતો, રોજગારી તો આપે છે. યુવતી ઉપર નિર્ભર કરે છે કે તેણે કોઈના હાથમાં આવવું કે નહીં.” સરોજ અવારનવાર વિવાદિત નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે.

  સરોજ ખાનના આ નિવેદનથી એ તમામ અભિનેત્રીઓ પર સવાલ ઉઠ્યા છે જે કાસ્ટિંગ કાઉચનો શિકાર બની છે. સરોજ ખાનના મતે કાસ્ટિંગ કાઉચ થાય છે તેના માટે જવાબદાર યુવતીઓ જ છે. કારણકે જે-તે પરિસ્થિતિમાં યુવતીઓએ આમ થવા જ દીધું.

 

(2:58 pm IST)