મુખ્ય સમાચાર
News of Tuesday, 24th April 2018

મુંબઈની 5 વર્ષની બાળકીનું શાળાની 58 વર્ષની મહિલાએ કર્યું શારીરિક શોષણ :ગુપ્તાંગમાં ઇજા

ગુપ્તાંગમાં કોઈ નક્કર વસ્તુ નાખી હોવાના કારણે ઊંડો ઘા :તબીબનું તારણ

મુંબઈ: બાળકો વિરુદ્ધ જઘન્ય અપરાધના મામલા એક પછી એક બહાર આવી રહ્યાં છે ત્યારે મુંબઇનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે મુંબઈના ભાઈખલા પોલીસ સામે એક કેસ આવ્યો છે જેમાં 5 વર્ષની એક બાળકી સાથે કોઈ પુરુષે નહીં પરંતુ શાળાની એક 58 વર્ષની મહિલા પ્યુને શારીરિક શોષણ કર્યુ હોવાનો ઘટસ્ફોટ થયો છે.પ્રાઈવેટ પાર્ટનાં ઈજાથી માલુમ પડ્યા બાદ બાળકીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી ત્યારે આ સમગ્ર ઘટનાનો ખુલાસો થયો હતો .

   અહેવાલો મુજબ અંગ્રેજી માધ્યમની આ શાળા મઝગાવમાં આવેલી છે અને ખુબ પ્રખ્યાત છે. બાળકીના પરિજનોએ જણાવ્યું કે છેલ્લા કેટલાક સમયથી બાળકીને પેટ અને નીચેના ભાગમાં ખુબ દુખાવો થતો હતો. જેના કારણે તે શાળાએ જતા ડરતી હતી. પરિજનોએ બાળકીનું ફેમેલી ડોક્ટર પાસે મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું .

   ડોક્ટરે જણાવ્યું કે બાળકીના શરીરમાં અંદરના ભાગમાં ઈજા છે. તેના ગુપ્તાંગમાં કોઈ નક્કર વસ્તુ નાખી હોવાના કારણે ઊંડો ઘા છે. ડોકટરની વાત સાંભળીને બાળકીના માતાપિતાના તો જાણે હોશ જ ઉડી ગયાં. તેમણે બાળકીને પૂછપરછ કરી. બાળકીએ જણાવ્યું કે શાળાની માસીએ બાથરૂમમાં બ્રેક દરમિયાન તેની સાથે આ કામ કર્યુંહતું .

   બાળકીના પરિજનોએ તેની ફરિયાદ સંબંધિત શાળા મેનેજમેન્ટને કરી અને પરિજનોની ફરિયાદના આધારે શાળાના પ્રિન્સિપાલે આરોપી મહિલા પ્યુનને સસ્પેન્ડ  કરીને આ મામલે પોલીસને દરેક સંભવ મદદ કરવાનો ભરોસો અપાવ્યો. મહિલા પર પોક્સો એક્ટની કલમો લગાવીને તેની ધરપકડ કરવામાં આવી છે.

 

(2:42 pm IST)