મુખ્ય સમાચાર
News of Tuesday, 24th April 2018

હવે ધોરણ-8 પાસને પોસ્ટ ઓફિસની ફ્રેન્ચાઇઝી ખોલવાનો મોકો: મળશે અઢળક કમાણીની તક

વ્યક્તિ, સંસ્થા,સંગઠન, કોર્નર શોપ,પાનવાળો, કરિયાણા વાળો, સ્ટેશનરી અને નાના દુકાનદાર વગેરે ફ્રેન્ચાઇઝી લઇ શકે

નવી દિલ્હી ;હવે ઓછા અભ્યાસવાળાને પણ દેશની મોટી સરકારી સંસ્થા કમાણીની મોટી તક આપી રહી છે.દેશના નાના શહેરોમાં પણ પોતાની હાજરી વધારવા માટે પોસ્ટો ઓફિસ સામાન્ય લોકોને પણ ફ્રેન્ચાઇઝી ખોલવાનો મોકો આપી રહી છે જેમાં કોઈ પણ વ્યક્તિ, સંસ્થા, સંગઠન, કોર્નર શોપ, પાનવાળો, કરિયાણા વાળો, સ્ટેશનરી શોપ, નાના દુકાનદાર વગેરે પોસ્ટ ઓફિસની ફ્રેન્ચાઇઝી લઈ શકે છે. આ માટે એક ફોર્મ સબમિટ કરવાનું હોય છે. સિલેક્ટ થયેલા લોકો સાથે પોસ્ટ ઓફિસ એમઓયૂ સાઇન કરશે. વ્યક્તિની ઉંમર 18 વર્ષ હોવી જોઈએ. સાથે જ તે આઠ ધોરણ પાસ હોવી જોઈએ.

   પોસ્ટ ઓફિસ તરફથી મળશે કેટલીક  સર્વિસ અને પ્રોડક્ટ મળશે જેમાં રજિસ્ટર્ડ આર્ટિકલ્સ, સ્પીડ પોસ્ટ આર્ટિકલ્સ, મની ઓર્ડર બુકિંગ. જો કે 100 રૂપિયાથી ઓછી કિંમતનો મની ઓર્ડર બૂક નહીં થાય. પોસ્ટ લાઇફ વીમા માટે એજન્ટ માટે કામ કરી શકશે. બિલ, ટેક્સ, દંડનું કલેક્શન જેવી સેવા. ઇ-ગવર્નન્સ અને સિટિઝન સેન્ટ્રીક સર્વિસ. ડિપાર્ટમેન્ટે હાયર કર્યું હોય અથવા જોડાણ કર્યું હોય તેવી પ્રોડક્ટનું માર્કેટિંગનું કામ.હશે 

   ફ્રેન્ચાઇઝી માટે વ્યક્તિની પસંદગી સંબંધિત ડિવિઝન દ્વારા કરવામાં આવે છે. અરજી ફોર્મ મળ્યાના 14 દિવસની અંદર ASP/SDlના રિપોર્ટના આધારે પસંદગી થાય છે. ફ્રેન્ચાઇઝી ખોલવાની મંજૂરી એવી ગ્રામ પંચાયતોમાં નથી મળતી જ્યાં પહેલેથી જ પંચાયત સંચાર સેવા યોજના સ્કિમ અંતર્ગત પંચાયત સંચાર સેવા કેન્દ્ર ચાલે છે.

 પોસ્ટ ઓફિસમાં કામ કરતા કર્મીઓના પરિવારજનો એ જ ડિવિઝનમાં ફ્રેન્ચાઇઝી નથી મળી શકતી જ્યાં તે કામ કરે છે. જોકે, પરિવારના સભ્યોમાં કર્મીની પત્ની, તેના સગા કે બાળકો જો તેના પર જ નિર્ભર હોય અને સાથે રહેતા હોય તે ફ્રેન્ચાઇઝી લઈ શકે છે.

  ફ્રેન્ચાઈઝી દ્વારા જે સર્વિસ આપવામાં આવશે તેના પર ડિપાર્ટમેન્ટ દ્વારા કમિશન આપવામાં આવશે. આ કમિશનની રકમ એમઓયૂમાં લખેલી હોય છે.

 રજિસ્ટર્ડ આર્ટિકલ્સના બુકિંગ પર 3 રૂપિયા, સ્પીડ પોસ્ટ આર્ટિકલના બુકિંગ માટે 5 રૂપિયા, 100થી 200 રૂપિયાના મની ઓર્ડર બુકિંગ પર 3.5 રૂપિયા, 200 રૂપિયાથી વધારે મની ઓર્ડરની બુકિંગ પર 5 રૂપિયા કમિશન મળશે. દર મહિને રજીસ્ટર એડી તેમજ સ્પીડ પોસ્ટના 1000થી વધારે આર્ટિકલ્સ બુકિંગ પર 20 ટકા વધારાનું કમિશન આપવામાં આવશે. પોસ્ટેઝ સ્ટેમ્પ, પોસ્ટલ સ્ટેશનરી અને મની ઓર્ડર ફોર્મના વેચાણ પર વેચાણ કિંમતના પાંચ ટકા કમિશન મળશે. રેવન્યૂ સ્ટેમ્પ, સેન્ટ્રલ રિક્રૂટમેન્ટની સ્ટેમ્પ્સ વગેરેના વેચાણ પર રિટેલ સર્વિસિસ પર પોસ્ટલ ડિપાર્ટમેન્ટને થયેલી કમાણીના 40 ટકા કમિશન આપવામાં આવશે.

 

(2:19 pm IST)