મુખ્ય સમાચાર
News of Tuesday, 24th April 2018

મોદી સરકારનું શાસન ઇન્દિરા ગાંધીના ઇમર્જન્સી કરતા પણ વધુ ખરાબ છે : યશવંતસિંહાનો આરોપ

સરકારી નીતિને કારણે લોકો અસલામતી અનુભવે છે :લોકશાહીના મંદિરને મોદીએ ઘ્વસ્ત કરી નાખ્યું

નવી દિલ્હી :ભાજપ સાથે છેડો ફાડ્યા બાદ પૂર્વ નાણામંત્રી યશવંતસિંહએ આકારો મિજાજ બતાવતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સરકાર સામે આરોપ લગાવતા કહ્યું કે મોદી સરકારના ચાર વર્ષના સાશન પરથી એવું લાગે છે કે તે, ઇન્દિરા ગાંધીના ઇમરજન્સીના વર્ષો કરતા પણ ખરાબ છે.

 

   રાજકારણમાં સંન્યાસ લીધા પછી સિન્હાએ કહ્યુ કે, આ દેશમાં મોદીની સરકારી નિતીઓને કારણે લોકો અસલામતિ અનુભવે છે મોદીએ લોકશાહીના મંદિરને ધ્વસ્ત કરી નાંખ્યુ છે. પત્રકારો સાથે વાતચીત કરતા યશવંત સિન્હાએ જણાવ્યું કે, તેમના રાજીનામા અને તેમના દિકરા અને કેન્દ્રીયમંત્રી જયંત સિન્હાના જન્મ દિવસ સાથે કોઇ લેવા દેવા નથી.આ એક માત્ર યોગાનુયોગ બન્યુ કે જે દિવસે રાજીનામુ આપ્યુ એ દિવસે જયંતનો જન્મ દિવસ હતો. હાલની કેન્દ્ર સરકારની નિતીઓને કારણે કોઇ પણ સમાજ સુરક્ષાનો અનુભવ કરતો નથી.

   બજેટ સત્ર આખુ ધોવાઇ ગયુ એ બાબતે સિન્હાએ કહ્યુ કે, નરેન્દ્રભાઈ મોદી સરકાર પોતે જ સંસદ ચાલવા દેવા માંગતી નથી. વિરોધ પક્ષો અવિશ્વાસની દરખાસ્ત લાવવા માંગતા હતા એટલા માટે મોદી સંસદ ચાલવા દેવા માંગતા ન હતા.

   ભુતપુર્વ વિદેશ મંત્રી રહેલા સિન્હાએ અટલ બિહારી વાજપાયી સરકારનો ઉલ્લેખ કરતા કહ્યુ કે, 1998માં વાજપેયી સરકારે અવિશ્વાસની દરખાસ્ત લાવતા અટકાવી નહોતી અને માત્ર એક મતથી તેમની સરકારી પડી ગઇ હતી. પણ મોદી સરકારી સંસદની ગરીમા જાળવતી નથી.
 
સિન્હાએ આરોપ લગાવ્યો કે, મોદી સરકારી સુપ્રિમ કોર્ટ, ચૂંટણી પંચ અને મિડીયાને કન્ટ્રોલમાં રાખવા માંગે છે. જે ચિંતાનો વિષય છે. આ કારણથી જ, દેશમાં લોકશાહી બચાવવા માટેની તેમણે જવાબદારી લીધી છે. સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિને પદભ્રષ્ટ કરવાના પ્રસ્તાવને અભૂતપુર્વ ગણાવ્યો.

   યશવંત સિન્હાએ એવો પણ આરોપ લગાવ્યો કે, મોદી સરકારી વિરોધીઓ સામે, સીબીઆઇ, નેશનલ ઇન્વેસ્ટીગેશ એજન્સી, એન્ફોર્સમેન્ટ ડિરોક્ટોરેટ અને આવકવેરા વિભાગ દ્વારા હેરાન કરે છે. ભાજપ છોડ્યા પછી હું દેશના દુખી ખેડૂતો, બિન સંગઠિત ક્ષેત્રના કામદારો, વિદ્યાર્થીઓ અને સમાજના નબળા વર્ગના લોકોના હક્કો માટે લડીશ.

 

(1:35 pm IST)