મુખ્ય સમાચાર
News of Tuesday, 24th April 2018

કર્ણાટક :૨૯મી એપ્રિલથી મોદી ઝંઝાવતી પ્રચાર કરશે

પાંચ વખત કર્ણાટક પહોંચે તેવી પ્રબળ સંભાવના : માહોલ ભાજપ તરફી બનાવવા માટે રાજ્યના જુદા જુદા ભાગોમાં ૧૫-૧૭ રેલીઓ કરવા માટે મોદી સંપૂર્ણ તૈયાર

બેંગલોર,તા. ૨૪ : કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી આડે હવે વધારે સમય રહ્યો નથી ત્યારે ભાજપ અને કોંગ્રેસે તમામ તાકાત પ્રચારમાં લગાવી દીધી છે. બન્ને પાર્ટી એકબીજાને પછડાટ આપવા માટે જુદી જુદી રણનિતી અપનાવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઝંઝાવતી પ્રચાર કરનાર છે. આના માટે રણનિતી તૈયાર કરવામાં આવી ચુકી છે. માહોલ ભાજપ તરફી કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમામ તાકાત લગાવશે. મોદી ૨૯મી એપ્રિલથી ઝંઝાવતી પ્રચાર કરનાર છે. જેના ભાગરૂપે તેઓ પાંચ વખત કર્ણાટક રાજ્યમાં પહોંચનાર છે. મોદી ૧૫થી ૧૭ રેલીઓને સંબોધે તેવી શક્યતા છે. ભાજપના જાણકાર સુત્રોએ કહ્યુ છે કે ભાજપના આંતરિક સર્વેમાં પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળતી દેખાઇ રહી નથી. આવી સ્થિતીમાં હવે મોદી પર તમામ બાબતો આધારિત રહેનાર છે. ગુજરાતમાં પણ ભાજપે આવી જ રણનિતી અપનાવવામાં આવી હતી.ભાજપના લોકોનુ કહેવુ છે કે મોદીના કારણે જ દરેક જગ્યાએ સરકાર બનાવવામાં અમને સફળતા હાથ લાગી છે. એકબાજુ ભાજપ પ્રમુખ અમિત શાહે પ્રદેશમાં એક મજબુત રણનિતી બનાવી હતી. જો કે કર્ણાટકમાં સ્થિતી જુદી દેખાઇ રહી છે. કર્ણાટકના મુખ્યપ્રધાન સિદ્ધારમેયાની છાપ ગરીબલક્ષી રહી છે. જેડીએસની પણ છાપ આવી જ રહેલી છે. આવી સ્થિતીના કારણે અમિત શાહ આડે કેટલીક તકલીફ થઇ રહી છે. જાણઁકાર નિષ્ણાંત હરીશ રામાસ્વામીએ કહ્યુ છે કે કર્ણાટકના ઉત્તર અને પશ્ચિમ વિસ્તારમાં તેઓ ફરીને આવ્યા છે. અહીં ભાજપનુ પ્રભુત્વ હમેંશા રહ્યુ છે. તેમનુ કહેવુ છે કે મોદીની રેલીથી ફરક પડી શકે છે. હાલમાં માહોલ ભાજપ તરફથી નથી.આવી સ્થિતીમાં ભાજપના ટોપ નેતાઓ ચિંતાતુર દેખાઇ રહ્યા છે. મોદી જો કોંગ્રેસના લિંગાયત સમુદાયને લઘુમતિ ધર્મનો દરજ્જો આપવા માટે કાર્ડ રમશે તો ફાયદો થશે. કોંગ્રેસની રણનિતી મુખ્યપ્રધાન સિદ્ધારમૈયા અને મહાસચિવ સી વેણુગોપાલ અને તેમની ટીમના નેતૃત્વમાં ખાસ ટીમની રતના કરવામા ંઆવી છે.તેમનુ માનવુ છે કે તેઓ મોદી-શાહની જોડીને સત્તા કબજે કરવાથી રોકવામાં સક્ષમ છે. નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચારમાં જોરદાર રીતે મેદાનમાં ઉતરી ગયા બાદ સામાન્ય લોકોને પણ રાજકીય ગરમી ચમરસીમા પર છે તેવી બાબતની જાણ થશે.  કર્ણાટકમાં આ વખતે વિધાનસભાની ચૂંટણી વધારે પડકારરૂપ દેખાઇ રહી છે. એકબાજુ કોંગ્રેસ પાર્ટીએ તેમની સત્તા જાળવી રાખવા માટે અનેક લોકલક્ષી યોજના જાહેર કરી દીધી છે. છેલ્લે લિંગાયત સમુદાયને લઘુમતી ધર્મના દરજ્જાની વાત કરીને ભાજપની ચિંતામાં વધારો કર્યો હતો. જો કે હવે વડાપ્રધાન મોદી મેદાનમાં ઉતરી ગયા બાદ માહોલ બદલાઇ શકે છે.

માલેનાડુમાં મોદી અને સિદ્ધારમૈયાની ટક્કર...

                                   બેંગલોર,તા. ૨૪ : કર્ણાટકના પહાડી વિસ્તાર માલેનાડુ આગામી વિધાનસભા ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કર્ણાટકના મુખ્યપ્રધાન સિદ્ધારમેયા વચ્ચે મુખ્ય ટક્કરના સ્થળ તરીકે ઉભરી આવતા હવે આ વિસ્તારમાં રાજકીય ગરમી વધી ગઇ છે. માલેનાડુ વિસ્તારમાં આશરે ૧૫ વિધાનસભા બેઠકો છે. આ કોંગ્રેસના જુના ગઢ તરીકે પણ છે. વર્ષ ૧૯૭૮માં જ્યારે ઇન્દિરા ગાંધી રાયબરેલીમાંથી હારી ગયા હતા ત્યારે ચિકમંગલુર સીટ પરથી સાંસદ તરીકે ચૂંટાઇ આવ્યા હતા. એ સમય તે ઉડ્ડપી-ચિકમંગલુર લોકસભા ક્ષેત્રના હિસ્સા તરીકે હોવાથી કોંગ્રેસનુ પ્રભુત્વ હતુ.

(12:30 pm IST)