મુખ્ય સમાચાર
News of Tuesday, 24th April 2018

મહાભિયોગઃ કોંગ્રેસની અરજી અંગે મુખ્ય ન્યાયમુર્તિ જ નિર્ણય કરશે

કોંગ્રેસની અપીલની સુનાવણી સુપ્રિમની કઇ બેંચમાં કરવી એ દિપક મિશ્રા જ નક્કી કરશે

નવી દિલ્હીઃ રાજયસભાના સભાપતિના મહાભિયોગ પ્રસ્તાવની નોટીસને ફગાવી દેવાના નિર્ણય વિરૂધ્ધ જો કોંગ્રેસ સુપ્રીમમાં અપીલ કરશે તો તે મુખ્ય ન્યાયાધીશ દિપક મિશ્રા જ નક્કી કરશે કે તેના પર કઇ બેચ સુનાવણી કરશે. જો કે તે સ્પષ્ટ છે કે મુખ્ય ન્યાયાધીશ આ મામલે સુનાવણી કરશે નહી કારણ કે મામલો તેના વિરૂધ્ધ પ્રસ્તાવ સાથે જ સંબંધીત છે.

વધારે શકયતા છે કે તેના પર જસ્ટીસ એ.કે. અને અશોક ભુષણની પીઠ જ વિચાર કરશે. કારણ કે તે બેચ પાસે કેસ ફાળવણી કરવાના મુખ્ય ન્યાયાધીશના અધિકારો અંગે તથા ઉચ્ચ ન્યાયપાલીકાના જજો વિરૂધ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવવા માટે દિશા નિર્દેશ બનાવા માટે દાખલ કરેલી અરજી વિચારાધીન છે. પ્રથમ અરજી ભુતપુર્વ કાયદામંત્રી શાંતિભુષણની છે અને બીજી અરજી પણ દાખલ કરવામાં આવી છે. કાયદા વિશેષજ્ઞોના જણાવ્યા મુજબ મુખ્ય ન્યાયાધીશ સુપ્રિમ કોર્ટમાં માસ્ટર ઓફ રોસ્ટર છે એ સ્પષ્ટ છે કે તેઓ આ અપીલની સુનાવણી કરશે નહી. કારણ કે તેઓ આ મામલાની વિરૂધ્ધ છે. પરંતુ પ્રશ્ન એ છે કે બીજા વરિષ્ઠ જજ જસ્ટીસ જે ચેલમેશ્વર ત્રીજા રંજન ગાંગોઇ, ચોથા મદન લોકુર તથા પાંચમાં વરિષ્ઠ જજ જસ્ટીસ કુરીયન જોસેફ છ. પરંતુ તે દરેક ચારેય જજ મુખ્ય ન્યાયાધીશ વિરૂધ્ધ પોતાનું વલણ સ્પષ્ટ કરી ચુકયા છે.

(12:27 pm IST)