મુખ્ય સમાચાર
News of Tuesday, 24th April 2018

બેંકો એ 'સિક્કા' સ્વિકારવા,૧૦ના સિક્કા નકલી નથી

લખનૌ, તા. ૨૪ :. ભારતીય રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાએ એવી વાત સાફ કરી છે કે, ૧૦ના કોઈ સિક્કા નકલી નથી અને ગ્રાહકો જમા આપે તો બેંકો એ સિક્કા જમા લઈ લેવા. આ ઉપરાંત દુકાનદારો સાથે ગ્રાહકો ચિજવસ્તુની લેવડ-દેવડ કરે તેમા પણ રૂપિયા એક હજાર સુધીના સિક્કા વેપારીઓને આપી શકાશે.

આરબીઆઈના અધિકારીઓએ એક સૂચનામાં એવી સ્પષ્ટતા કરી છે કે બેંકોને સિક્કા લેવાની સૂચના આપવામાં આવી છે. બેંકોમાં કોઈ ગ્રાહક સિક્કા જમા કરાવે તો તે સ્વિકારવા અને ગ્રાહકોને પણ આ સિક્કા તેઓ આપી શકશે.

(12:24 pm IST)