મુખ્ય સમાચાર
News of Tuesday, 24th April 2018

ઉ. કોરિયામાં પૂલ ઉપરથી બસ ખાબકતા ૩૨ ચીની ટુરીસ્ટોના મોત

બીજીંગ તા. ૨૪ : ગઈ કાલે ઉત્ત્।ર કોરિયામાં ભયંકર બસ અકસ્માત સર્જાયો હતો, જેમાં કુલ ૩૬ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. ચીનના વિદેશ મંત્રાલયે માહિતિ આપી હતી કે, જેમાં ૩૨ ચીની પ્રવાસીઓ અને ચાર ઉ.કોરિયાના નાગરિકોના મોત થયા છે. આ ઉપરાંત વિદેશ વિભાગના પ્રવકર્તા લુકાંગે કહ્યું હતું કે, આ અકસ્માત પાટનગર પ્યોંગપાંગની દક્ષિણે થયો હતો.ઙ્ગ

ઉત્તર કોરિયામાં બસ પુલ પરથી ખાબકતા ૩૨ લોકોના મોત થયા છે. આ ભયાનાક હાનિના સી.સી.ટી.વી ફોટોઝ પણ છે, જેમાં એક મોટી ઉંઘી પડેલી બસ, નજીક પડેલા રાહત માટેના વાહનો, અને તે બધા પર પડી રહેલો ધીમોધીમો વરસાદ ઉપરાંત ઘાયલોની સારવાર કરી રહેલા ડોકટરો જોવા મળે છે.(૨૧.૧૧)

(11:36 am IST)