મુખ્ય સમાચાર
News of Tuesday, 24th April 2018

વિદેશમાં કમાઇને દેશમાં પૈસા મોકલાવનારા લોકોમાં ચીનથી આગળ નીકળ્યા ભારતીયો

નવી દિલ્હી તા. ૨૪ : વિદેશમાં સ્થિત પોતાના દેશના લોકો પાસેથી ધન પ્રાપ્ત કરવામાં ભારત મોખરાના સ્થાન પર રહ્યું છે. વિશ્વ બેંકે કહ્યું છે કે ૨૦૧૭માં વિદેશમાં વસેલા ભારતીયોએ પોતાના ઘરપરિવારના લોકોને ૬૯ અબજ ડોલર મોકલ્યા છે જે ગત વર્ષની તુલનામાં ૯.૯ ટકા વધારે છે. વિશ્વ બેંકના રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ૨૦૧૭માં વિદેશમાં વસેલા ભારતીયોએ દેશમાં ૬૯ અબજ ડોલર મોકલ્યા છે.

આ રકમ ગત વર્ષની તુલનામાં વધારે છે પરંતુ ૨૦૧૪માં પ્રાપ્ત ૭૦.૪ ડોલરથી ઓછી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે યૂરોપ, રશિયા અને અમેરિકામાં આર્થિક વિકાસ તેજ થવાથી રેમિટેંસમાં ઉલ્લેખનીય વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે ઘણા ગરીબ દેશોની અર્થવ્યવસ્થાઓ માટે રેમિટેંસ મોટો સહારો હોય છે.

વિશ્વ બેંકના જણાવ્યા અનુસાર કાચા તેલના ઉંચા ભાવો તેમજ યૂરો અને રૂબલમાં આવેલી મજબૂતીથી રેમિટેન્સ વધ્યું છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે સમીક્ષાધીન અવધિમાં જયાં ભારતને ૬૯ અરબ ડોલરનું રેમિટેન્સ મળ્યું ત્યાં જ ૬૪ ડોલર સાથે ચીન બીજા સ્થાન પર રહ્યું છે. ફિલિપીંઝને ૩૩ ડોલર, મેકિસકોને ૩૧ અરબ ડોલર, નાઈજીરીયાને ૨૨ અરબ ડોલર અને મિસ્ત્રને ૨૦ અરબ ડોલર રેમિટેન્સથી મળ્યા છે.(૨૧.૧૨)

(11:33 am IST)