મુખ્ય સમાચાર
News of Tuesday, 24th April 2018

સરહદે ભારતીય લશ્કર આક્રમકઃ ૫ પાકિસ્તાની જવાનો ઠાર

અનેક ચોકીઓનો ભૂક્કો બોલાવી દીધોઃ પૂંછ-રાજૌરીમાં ભારતીય જવાનોને મોટી સફળતા છૂટો દોર અપાતા જ પાકિસ્તાનના ટાંટીયા ઢીલા કરી નાખ્યા

રાજૌરી તા.૨૪: જમ્મુ કાશ્મીર બોર્ડર પર ભારતીય સેનાએ મોટી કાર્યવાહી કરી છે જમ્મુ ઓર્ડરના રાજૌરી એરીયાના સરહદે ગોળીબારી દરમ્યાન અંદાજે પાંચ પાકિસ્તાની જવાનોને ઠાર કર્યા છે ભારતની જવાબી ફાયરીંગમાં પાકિસ્તાનની અનેક ચોકીઓનો કચ્ચર ઘાણ થયો છે.

રાજૌરી અને પુંછ વિસ્તારમાં છેલ્લા ૨૪ કલાકથી સતત ગોળીબારી ચાલુ હતી. આ બધાની વચ્ચે ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે જેમાં તેના અનેક જવાન ઠાર થયા છે સુત્રોના જણાવ્યા મુજબ દેવા ગામડાની આજુબાજુ પાક.સૈનિકો માર્યા ગયા છે. આ ઉપરાંત પાકિસ્તાનની અનેક ચોકીઓ પણ તબાહ કરવામાં આવી છે. ખરેખર, પાકિસ્તાને આ વિસ્તારમાં ફન્ત્શ્ફત્વ્ તૈનાત કરી હતી.

ઉલ્લેખનીય છે કે બોર્ડર પર પાકિસ્તાન પોતાની હરકતોથી બાજ આવી રહ્યુ નથી. બોર્ડર પર આતંકિઓની ઘુસપેઠ કરાવા અંગે પાકિસ્તાન સતત ગોળીબારી કરી રહ્યું છે. ભારત પાકિસ્તાનને તેની જ ભાષામાં જવાબ આપી રહ્યું છે ઉલ્લેખનીય છેકે જવાબી કાર્યવાહીમાં અગાઉ પણ ભારતીય જવાનોએ પાક..ના અંદાજે ૭ સૈનિકોને ઠાર કર્યા હતા પાકિસ્તાની સેના વારંવાર સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહી છે.

આ દરમ્યાન ગોળીબારીમાં ૨૦ પાકિસ્તાની નાગરીકોને ઇજા થયાના અહેવાલો છે સુત્રોના જણાવ્યા મુજબ સુંદરબનીમાં પીઓકેના બટ્ટલ વિસ્તારના દેવા ગામમાં સૌથી વધુ નુકશાન થયું છે. જયા પાકિસ્તાનના ચાર સૈનિકોને ઠાર કરાયા અને દશથી વધુ નાગરીકોને ઇજા પહોંચી છે.  સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે કહ્યું કે આતંકીઓની ઘુસપેઠમાં સતત મદદ કરી રહી છે તેને મુહતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે.

(3:02 pm IST)