મુખ્ય સમાચાર
News of Tuesday, 24th April 2018

દરેક ભારતીયોના ખાતામાં 15 લાખ ક્યારે આપશો ?:RTIમાં માંગી માહિતી :પીએમઓએ કહ્યું વાયદાની માહિતી RTI માં આવતી નથી

RTI અરજદાર મોહનકુમાર શર્માએ 26 નવેમ્બર, 2016ના રોજ અરજી દાખલ કરી હતી.

 

નવી દિલ્હીઃવર્ષ 2014 દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દરેક ભારતીય બેંક ખાતામાં 15 લાખ જમા કરવાના વાયદાના સંબંધની માહિતી આરટીઆઈ એક્ટ હેઠળ નથી આવતી, તેથી એનો જવાબ પણ આપી શકાય નહીં.પીએમઓએ માહિતી સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશનને આપી છે.

   RTI અરજદાર મોહનકુમાર શર્માએ 26 નવેમ્બર, 2016ના રોજ અરજી દાખલ કરી હતી. અરજી દેશમાં નોટબંધી લાગુ કર્યાના 18 દિવસ બાદ કરવામાં આવી હતી. અરજીમાં મોહન જાણવા માગતો હતો કે મોદી તરફથી રૂ.15 લાખ બેંક ખાતામાં ટ્રાન્સફર કરવાની કઈ તારીખ છે. અરજી બીજા ઘણા સવાલોમાંનો એક છે.

    સુનાવણી દરમિયાન શર્માએ મુખ્ય માહિતી કમિશનર આર. કે. માથુરને જણાવ્યું હતું કે વડાપ્રધાન કાર્યાલય અને ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા સંપૂર્ણ માહિતી પૂરી પાડવામાં આવી નથી.

માથુરે વધુમાં જણાવ્યું હતું કે પ્રથમ પ્રતિવાદીને કહ્યું હતું કે અપીલ કરનારને સૂચિત કરવામાં આવે છે કે તેમના દ્વારા માગવામાં આવેલી માહિતી (વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દરેક ભારતીયના બેંક ખાતામાં 15 લાખની રજૂઆત સંદર્ભમાં) આરટીઆઈ દ્વારા માગવામાં આવેલી માહિતી આરટીઆઇ એક્ટની કલમ 2 (એફ) હેઠળની વ્યાખ્યા હેઠળ આવતી નથી.

(12:00 am IST)