મુખ્ય સમાચાર
News of Tuesday, 24th April 2018

ઘરના ઘરનું સ્વપ્ન થશે સાકાર :માત્ર 6 થી 7 લાખમાં સ્ટીલનું ઘર તૈયાર:20 વર્ષના સુમિતે વિકસાવી ટેક્નિક

સ્ટીલ ઈન્ડસ્ટ્રી આ વિચાર પર કામ કરી રહી છે અને સરકારની પહેલ બાદ તેનો સ્વીકાર કરીશું.:એસો,

નવી દિલ્હીઃ મોંઘવારીમાં પોતાનું ઘર બનાવવું સરળ નથી નિર્માણનો ખર્ચ ખૂબ વધી ગયો છે.ત્યારે 20 વર્ષના સુમિતે એવી ટેકનિક વિકસિત કરી છે જેનાથી માત્ર 6 થી 7 લાખમાં પોતાનું ઘર બનીને તૈયાર થઈ જશે આ ઘર સિમેન્ટથી નહીં પરંતુ સ્ટીલથી બનશે સુમિતના આ વિચારને સ્ટીલ મંત્રાલયે પણ પસંદ કર્યો છે અને દરેક પ્રકારની મદદ કરવા તૈયાર છે. સુમિતનું કહેવું છે કે સ્ટીલના ઘરનું મોડલ બે મહિનામાં તૈયાર થઈ જસે. પછી તેને મૂળ સ્વરૂપ આપવામાં આવશે

  . ઈન્ડિયન સ્ટેનલેસ સ્ટીલ એસોસિએશનના અધ્યક્ષ કે. પસૂજા જણાવે છે કે, સ્ટીલ ઈન્ડસ્ટ્રી આ વિચાર પર કામ કરી રહી છે અને સરકારની પહેલ બાદ અમે તેનો સ્વીકાર કરીશું. 

અત્યારે રેતી, મારંગ, ઇંટ અને સીમેન્ટથી તૈયાર ઘર જોવા મળે છે. જેના પર જમીન ખરીદવાથી લઈને નિર્માણ-ફિનિશિંગ સુધી 25 થી 30 લાખનો ખર્ચ આવે છે. પરંતુ સ્ટીલનું ઘર તેનાથી સસ્તુ અને મજબૂત હસે. ઘરનો પાયો આઇરન રોડ તથા સીમેન્ટથી નાખવામાં આવશે અને બાકીની દીવાલો અને છત સ્ટીલથી બનશે. તેનાથી ઘર ઠંડુ પણ રહેશે. આના પર 6 થી 7 લાખનો ખર્ચ આવશે. 

  ભારતમાં આ નવો કોનસેપ્ટ નથી. પહાડી વિસ્તારમાં આવા મકાન બનાવવાનું ચલણ છે. યૂરોપ અને અમેરિકામાં આવા ઘર વધુ બને છે. ભારતમાં નિર્માણ ખર્ચ વધ્યા બાદ સરકારે પણ સ્ટીલના ઘર બનાવવાને પ્રોત્સાહન આપી રહી છે. સુમિત ગુપ્તા જણાવે છે કે, હું બે વર્ષથી આ સપનાને જીવી રહ્યો છું અને હવે લોકોને પોતાના ઘરના સપનાને હકીકતમાં બદલવા મદદ કરવા ઈચ્છું છું. ઓછી જમીનમાં નાનું ઘર બનાવવું, જેમાં તમારી જરૂરીયાત પણ પૂરી થાય, હું તેના પર કામ કરી રહ્યો છું. હું બે મહિનામાં તેનું મોડલ તૈયાર કરીને કોર્પોરેટનો સંપર્ક કરીશ.

આર્કિટેક્ટ આકાંક્ષા લૂથરાનું કહેવું છે કે સ્ટીલના ઘર ખૂબ ડ્યૂરેબલ હોય છે. આર્કિટેક્ટમાં હું કહી શકું છું કે આ આઈડિયાને હકીકતમાં ફેરવવો મુશ્કેલ નથી. દિલ્હી શું કોઈપણ શહેરમાં ફેરફાર થતા હવામાનના હિસાબથી તેની એનર્જી એફીસિએન્સી રહેશે. ઉલ્લેખનીય છે કે સ્ટીલ મંત્રાલયે વર્ષ 2017માં માઇ લવ ફોર સ્ટીલ આઈડિયાઝ નામથી એક કોન્સેપ્ટ કરાવ્યો હતો જેને સુમિતે જીતી લીધો હતો. સુમિતનો જ આઈડિયો હતો કે તે સસ્તા અને મજબૂત મહાન બનાવે અને સ્ટીલના ઉપયોગથી આ સંભવ છે. 

(12:00 am IST)