મુખ્ય સમાચાર
News of Tuesday, 24th April 2018

બ્રિટનના શાહી પરિવારમાં નાના મહેમાનનું આગમન:કેટ મિડલટને આપ્યો પુત્રને જન્મ

પ્રિન્સ વિલિયમ અને કેટ મિડલટન ત્રીજા બાળકના માતાપિતા બન્યા

રિટનના શાહી પરિવારમાં એક નાના મહેમાનનું આગમન થયુ છે. પ્રિન્સ વિલિયમ અને કેટ મિડલટન ત્રીજા બાળકના માતાપિતા બન્યા છે. કેટે લંડનમાં સેન્ટ મેરિઝ હોસ્પિટલ ખાતે પુત્રને જન્મ આપ્યો છે. રોયલ દંપતી પહેલાથી એક પુત્ર પ્રિન્સ જ્યોર્જ અને પુત્રી પ્રિન્સેસ ચાર્લોટના માતાપિતા છે. ત્રીજા બાળકના જન્મ બાદ કેનસિંગ્ટન પેલેસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, નવજાત બાળકનું વજન લગભગ ચાર કિલો છે. માતા અને બાળક બંને તંદુરસ્ત છે.

   મહારાણી સહિત શાહી પરિવારના અન્ય સભ્યોને શુભ સમાચાર આપવામાં આવ્યા છે. બાળકના જન્મ દરમિયાન પ્રિન્સ વિલિયમ હોસ્પિટલમાં હાજર હતા. ટૂંક સમયમાં બાળકના નામની જાહેરાત કરવામાં આવશે. નવજાત બાળક દાદા પ્રિન્સ ચાર્લ્સ, પિતા વિલિયમ અને બંને ભાઈ-બહેન બાદ બ્રિટિશ સિંહાસનનો દાવેદાર રહશે.

   અત્રે ઉલ્લેખનીય છે કે 2011માં વિલિયમ અને કેટના લગ્ન પછી કાયદામાં પરિવર્તન કરવામાં આવ્યુ હતુ. તેના પ્રમાણે કોઈપણ નાનો ભાઇ તેની મોટી બહેનના બદલે સિંહાસન માટે વારસદાર બની શકશે નહીં.

(12:00 am IST)