મુખ્ય સમાચાર
News of Tuesday, 24th April 2018

જૈન સોસાયટી ઓફ મેટ્રોપોલીટન શિકાગોમાં આયંબિલ તપની આરાધના પરિપૂર્ણ થઇઃ આ વર્ષે ૧૦૦ જેટલા ભાઇ બહેનોએ નવ દિવસના તપની આરાધના કરીઃ જન્‍મકલ્‍યાણક મહોત્‍સવ પ્રસંગે વકતૃત્‍વ સ્‍પર્ધાનું આયોજન ૧૮મી એપ્રીલ વર્ષીતપના પારણાં

(સુરેશ શાહ દ્વારા) બાર્ટલેટ (શિકાગો) જૈન સોસાયટી ઓફ મેટ્રોપોલીટન શિકાગોમાં ચાલુ વર્ષે આયંબિલની ઓળીની આરાધના આનંદ અને ઉમંગના વાતાવરણમાં થઇ હતી જેમાં ૧૦૦ જેટલા ભાઇ બહેનોએ નવ દિવસ માટે યોજવામાં આવેલ આ ઓળીની આરધના કરી હતી.

આ પ્રસંગે મુંબઇના સુપ્રસિધ્‍ધ પંડિત પારસભાઇ શાહ આ ઓળીની આરાધના કરાવના માટે ખાસ શિકાગો પધાર્ય હતા અને તેમણે સતત નવ દિવસો દરમ્‍યાન સવાર તથા સાંજે વિવિધ ધાર્મિક વિષયોને સ્‍પર્શના પ્રવચનો કર્યા હતા અને અંતિમ દિવસે તેમણે પ્રભુ મહાવીર સ્‍વામીએ જે સત્‍ય અને અહિંસાને ઉપદેશ આપેલ છે તેને પોતાના જીવનમાં ઉતારવા માટે હાકલ કરી હતી.

જૈન સોસાયટી ઓફ શિકાગોમાં ૧લી એપ્રીલના રોજ તમામ તપસ્‍વીઓના સામુહિક પારણાનો કાર્યક્રમ યોજવામાં આવ્‍યો હતો અને સૌના સ્‍વજનો તથા શુભેચ્‍છકોએ તમામને પારણા કરાવ્‍યા હતા આ દિવસે ૧૮મી વકતૃત્‍વ સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું જેમાં ચાર વિભાગોનું આયોજન કરવામાં આવ્‍યુ હતુ અને તેમાં નીચે દર્શાવ્‍યા મુજબના વિજેતાઓ જાહેર થયા હતા તે સૌને ઇનામો આપવામાં આવ્‍યા હતા.

પહેલા વિભાગ જેમાં ૮ થી ૯ વર્ષની વયના બાળકોનો સમાવેશ થાય છે તેમાં (૧)ધ્રુવી ઠક્કર (૨)તનવી શાહ (૩)આયુષ શાહ (૪)અચલા નગરેશવાલાનો સમાવેશ થાય છે જયારે ૧૦ થી ૧૩ વર્ષની વયના ગૃપમાં (૧)શ્રેયાગાંધી (૨)યશ્‍વી શાહ (૩)અલ્‍પી શાહ (૪)અરનવ બાંદી  સોહમ સોલંકી (૫)આયુશી શાહ (૫) વિધિ પિપરીયા વિજેતા જાહેર થયા હતા.

વધારામાં ૧૪ થી ૧૮ વર્ષની વયમાં (૧)સાંજી શાહ (૨)સરીના શાહ (૩)પ્રિયા શાહ અને (૪) રીયા શાહ વિજેતા જાહેર થયા હતા જયારે ૧૯ વર્ષ અને તેનાથી વધુ વયની કેટેગરીમાં (૧)સતેજ શાહ (૨) અંજના શાહ અને (૩)ધિરેન સોલંકી વિજેતા જાહેર થયા હતા. ગૃપ બે અને ગૃયકમાં અર્નવ બાંદી તેમજ સોહમ સોલંકી તથા ૩જા ગૃપમાં પ્રિયા શાહ અને રીયા શાહને સરખા ગુણોક મળતા તેઓ બંન્‍ને વિજેતા જાહેર થયા હતા.

વિશેષમાં શ્રી સીમંધર સ્‍વામી ભગવાનનો જન્‍મ કલ્‍યાણક મહોત્‍સવ ૧૫મી એપ્રીલને રવીવારે સવારે દસ વાગે ઉજવાશે આ દિવસે સ્‍નાત્રપૂંજા તથા અષ્‍ટ પ્રકારી પૂંજાનું પણ આયોજન કરવામાં આવેલ છે ૧૮મી એપ્રીલના રોજ વર્ષીતપના તપસ્‍વીઓને બપોરે ૧૨-૩૦ કલાકે પારણા કરાવવામાં આવશે જેમાં (૧)પારૂલ જયેશ શાહ તેમજ (૨)જીગીશા કેતન શાહનો સમાવેશ થાય છે પારૂલબેન શાહનો આ સળંગ છઠ્ઠા વર્ષીતપની આરાધના છે. 

(10:19 pm IST)