મુખ્ય સમાચાર
News of Tuesday, 24th April 2018

પોર્ન સાઇટ્સના કારણે દુષ્‍કર્મની ઘટનાઓમાં વધારોઃ મધ્યપ્રદેશમાં આવી ૨પ સાઇટ્સ બંધ કરાવી દીધીઃ પોર્ન સાઇટ્સ ઉપર પ્રતિબંધ મુકવા મધ્યપ્રદેશના ગૃહમંત્રી ભુપેન્‍દ્રસિંહ યાદવની માંગણી

ગ્વાલિયરઃ દુષ્‍કર્મના વધી રહેલા કિસ્સા માટે પોર્ન સાઇટ્સ જવાબદાર હોવાનું મધ્યપ્રદેશના ગૃહમંત્રી ભુપેન્‍દ્રસિંહ યાદવે જણાવ્યું છે.

 

મધ્યપ્રદેશનાં ગૃહમંત્રી ભુપેન્દ્રસિંહ યાદવે એક પત્રકાર પરિષદ દરમિયાન આવી ઘટનાઓ માટે પોર્ન સાઇટ્સને જવાબદાર ઠેરવી છે. ભૂપેન્દ્રસિંહે કહ્યુ કે, તેમણે એક સર્વે કરાવ્યો હતો જેમાં પોર્ન સાઇટ્સનાં એવા કિસ્સાઓ પ્રકાશમાં સામે આવ્યા હતા. તેની સાથે જ રાજ્યમંત્રીએ કહ્યું કે, તેમણે એવી 25 સાઇટ્સને બંધ કરાવી દીધી છે. એટલું જ નહી તેમણે પોર્ન સાઇટ્સને પ્રતિબંધિત કરવાની માંગ પણ કરી છે. 

કઠુવા અને ઉન્નાવનો કેસ હજી વણઉકલ્યો છે ત્યાં 21 એપ્રીલે ઇન્દોરમાં પાંચ મહિનાની બાળકી સાથે થયેલા દુષ્કર્મની ઘટના સમગ્ર દેશને હલાવી દીધી છે.  આ જધન્ટ ગુનામાં ફરીથી જનતાનો ગુસ્સો ઉકળી ઉઠ્યો છે. સમગ્ર દેશમાં આ પ્રકારની ઘટનાઓ સતત વધી રહી છે. ઓરિસ્સામાં પણ આજે 6 વર્ષની એક બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. મધ્યપ્રદેશનાં ગૃહમંત્રી ભુપેન્દ્ર સિંહ યાદવે કહ્યું કે, બાળકો પર એવી સાઇટ્સની ખરાબ અસર પડે છે, માટે દેશમાં પોર્ન સાઇટ્સને પ્રતિબંધિત કરી દેવામાં આવવી જોઇએ. 

અત્રે ઉલ્લેખનીય છે કે, ઓછી ઉંમરની બાળકીઓ સાથે બળાત્કાર મુદ્દે દોષીતોને મૃત્યુદંડ સહિત કડક સજાનાં પ્રાવધાનવાળા અધ્યાદેશ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રવિવારે હસ્તાક્ષર કર્યા હતા. ગેજેટ અધિસૂચનામાં કહ્યું છે, સંસદનું સત્ર હજી ચાલી રહ્યું છે અને રાષ્ટ્રપતિ આ વાતથી સંતુષ્ટ છે કે જે પરિસ્થિતી છે તેમનાં તે જરૂરી હતું કે તેઓ તત્કાલ પગલા ઉઠાવે. તેનાં અનુસાર સંવિધાનનાં અનુચ્છેદ 123નાં ઉપખંડ (1)માં આપવામાં આવેલી શક્તિઓનો ઉપયોગ કરતા રાષ્ટ્રપતિએ આ અધ્યાદેશને મંજૂરી આપી છે. 

-------------------------------------

(12:00 am IST)